રથયાત્રાના બરાબર 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડે છે. ભગવાન જગન્નાથ રથ યાત્રાના આગામી 15 દિવસ સુધી બીમાર રહે છે. રથ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનુ બીમાર હોવુ એક રહસ્ય છે.
ઉડીસા શહેરના જગન્નાથ પુરીમાં એક ભક્ત રહેતો હતો. તેનુ નામ શ્રી માધવ દાસજી હતુ. તે એકલો જ રહેતો હતો. સંસાર સાથે તેને કોઈ લેવડ દેવડ નહોતી. એકલો બેઠો બેઠો ભજન કરતો હતો નિત્ય પ્રતિ શ્રી જગન્નાથ પ્રભુના દર્શનો કરતો હતો અને તેમને જ પોતાનો મિત્ર માનતો હતો અને તેમને પ્રભુ સાથે બાલ ક્રિડાઓ કર્યા કરતો હતો. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ પણ તેમની સાથે અનેક લીલાઓ કરતા હતા.
એવુ કહેવાય છે કે પ્રભુ તેમને ચોરી કરતા પણ શીખવાડતા હતા. એકવાર માધવ દાસજીને ઉલટી ઝાડા થઈ ગયા. તેઓ એટલા દુબળા થઈ ગયા કે તેમનુ હરવુ ફરવુ મુશ્કેલ થઈ ગયુ. છતા પણ તેમણે પોતાનુ સર્વ કામ જાતે જ કર્યા. જો કોઈ એવુ કહે કે મહારાજ અમે તમારી સેવા કરીએ તો માધવ દાસ કહેતા - નહી મારા તો સર્વ જગન્નાથ જ છે. તેઓ મારી દેખરેખ અને રક્ષા કરશે.
આવી સ્થિતિમાં તેમનો રોગ ખૂબ વધી ગયો અને તેઓ ઉઠવા બેસવામાં પણ અસમર્થ થઈ ગયા તો ભગવાન શ્રી જગન્નાથજીએ ખુદ સેવક બનીને તેમના ઘરે પહોંચ્યા અને માઘવ દાસ જીને કહ્યુ કે હુ તમારી સેવા કરીશ. ભક્તો માટે તો તેમને બધુ કર્યુ કારણ કે તેમનો રોગ એટલો વધી ગયો હતોકે તેમને ખબર જ નહોતી પડતી કે તેઓ ક્યારે મળ મૂત્ર ત્યાગી દેતા અને કપડા ગંદા કરતા હતા.
તેમના ગંદા કપડાને જગન્નાથ ભગવાને પોતાના હાથ વડે સાફ કરતા હતા. તેમના આખા શરીરને સ્વચ્છ કરતા અને તેને સ્વચ્છ કરતા હતા. કોઈ સ્વજન પણ આટલી સેવા ન કરી શકે જેટલી જગન્નાથ ભગવાને ભક્ત માધવ દાસજીની કરી છે.
જ્યારે માઘવ દાસજીને હોશ આવ્યો ત્યારે તેમણે ભગવાનને તરત ઓળખી લીધા કે આ તો મારા પ્રભુ છે. એક દિવસ શ્રી માઘવ દાસજીએ પૂછી જ લીધુ પ્રભુને પ્રભુ તમે તો ત્રિભુવનના સ્વામી છો. તમે મારી સેવા કરી રહ્યા છો ? તમે ચાહો તો મારો આ રોગ દૂર પણ કરી શકતા હતા.
રોગ દૂર કરી દેતા તો આ બધુ કરવુ પણ ન પડતુ ? ઠાકુરજીએ કહ્યુ - જુઓ માઘવ મારાથી ભક્તોનુ કષ્ટ સહન થતુ નથી. આ કારણે તમારી સેવા મે ખુદ કરી છે. જે નસીબમાં હોય છે તેને જ ભોગવવુ જ પડે છે. જો તેને ભોગશો નહી તો આ જન્મમાં નહી તો તેને ભોગવવા માટે ફરી આગલો જન્મ લેવો પડશે. હુ નથી ઈચ્છતો કે મારા ભક્તને થોડાક પ્રારબ્ધ માટે આગલો જન્મ ફરી લેવો પડે.
તેથીમે તમારી સેવા કરી પણ છતા પણ તુ કહી રહ્યો છે તો હુ ભક્તની વાત ટાળી શકતો નથી. વિશ્વાસ કરજો પ્રભુ ભક્તોના સહાયક બની તેમના નસીબના દુખો અને કષ્ટોને સહેલાઈથી દૂર કરી દે છે.
ભગવાને કહ્યુ હવે તારા નસીબમાં આ 15 દિવસનો રોગ વધુ બચ્યો છે. તેથી 15 દિવસનો રોગ તૂ મને આપી દે. 15 દિવસનો એ રોગ જગન્નાથ પ્રભુએ માઘવદાસ પાસેથી લઈ લીધો.
આ જ કારણ છે કે આજે પણ તેથી ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર પંદર દિવસ માટે બીમાર પડે છે. આજે પણ વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથને સ્નાન કરાવવામાં આવે છે. (જેને સ્નાન યાત્રા કહેવાય છે) સ્નાન યાત્રા કર્યા પછી દર વર્ષે 15 દિવસ માટે જગન્નથ ભગવાન આજે પણ બીમાર પડે છે.