Publish Date: Thu, 11 Apr 2024 (06:54 IST)
Updated Date: Thu, 11 Apr 2024 (07:15 IST)
Ramadan 2024 Wishes - મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
બધા તમારી સાથે હોય
અમે માંગીએ છીએ દુઆ તમારે માટે
આ વખતે અમારી દુઆ કબૂલ થાય
પ્રકાશ આકાશ પર છવાયો છે
ખુશીઓ ધરતી પર વિખરી છે
એવો રમજાનનો મહિનો આવ્યો છે
રમજાનમાં સૌથી થઈ જાય મુરાદ પુરી
મળે સૌની પુષ્કળ ખુશીઓ
અને ન રહે કોઈ ઈચ્છા અધૂરી
રમજાન મુબારક 2024
ખેડૂતોને ખલિહાન મુબારક
પક્ષીઓને ઉડાન મુબારક
ચાંદને સિતારા મુબારક
અને તમને રમજાન મુબારક
ચાંદથી રોશન હો રમજાન તમારો
ઈબાદતથી ભરી જાય રોજા તમારો
દરેક નમાજ થાય કબૂલ તમારી
બસ આ જ છે ખુદાને દુઆ અમારી
મુબારક હો તમને ખુદાએ આપેલી આ જીંદગી
ખુશીઓથી ભરેલી રહે તમારી આ જીંદગી
દુ:ખનો પડછાયો ક્યારેય તમારા પર ન આવે
દુઆ છે અમારી જીંદગી તમને આમ જ હસાવે
ખુશીઓ નસીબ હોય, જન્નત નસીબ હોય
તુ ચાહે જેને એ તારા નજીક હોય
કંઈક એવા કરમ થાય અલ્લાહના
મક્કા અને મદીનાની જિયારત નસીબ હોય
એ ચાંદ તેમને મારો પૈગામ કહેજે
ખુશીનો દિવસ અને હસીની સાંજ કહેજે
જ્યારે તે બહાર આવીને જુએ ત્યારે
તેને મારી તરફથી રમજાન મુબારક કહેજે
સાથે આ પોતાની બરકત લાવ્યો છે
હંમેશા ખુશ રહો તમે કંઈક એ રીતે
જેમ કે તમને ખુદા મળી ગયા છે
રમજાનના દિવસોમા ફરિયાદ ખાલી નથી જતી
નમાજ કરીને સમયની બરબાદી નથી થતી
આ જ તો સમય છે ખુશીઓ વહેચવાનો
આ સમયે દિલમાં નફરત નથી રખાતી
સવારની અજાન સાંભળીને સંદેશ મોકલ્યો છે
પૈગામમાં સમ્માન અને પ્રેમ મોકલ્યો છે
રમજાનના આ પાક તહેવારમાં
અમે તમને પ્રેમભરી મુબારક મોકલી છે
તમારી શ્વાસમાં અલ્લાહનુ નામ વસાવી લો
તેની ઈબાદત ને તમારુ કામ બનાવી લો
દિલમાં સૌને માટે પ્રેમ જગાવી લો
બુરાઈ થી ચાર પગલા દૂરી બનાવી લો
ફરિયાદનો ખોળો ક્યારેય ખાલી નહી જાય
અલ્લાહનુ નામ લેવાથી દરેક ઈચ્છા પુરી થશે
વાંચતા રહો નમાઝ દરરોજ
દરેક શ્વાસમાં ખુશીઓ ભળી જશે
હંમેશા જલ્દી અરમાન વીતી જાય છે
તરસ નથી લાગતી અને ઈફ્તાર વીતી જાય છે
અલ્લાહ ની ઈબાદત થી મન નથી ભરાતુ
અને જોતા જોતા જ રમજાન વીતી જાય છે
Edited by - kalyani deshmukh