ઈદ ઉલ અજહા પર કુરબાની આપવામાં આવે છે, આ એક માર્ગ છે જેના દ્વારા બંદા અલ્લાહની રઝા મેળવે છે. એમાં કોઈ શક નથી કે અલ્લાહ સુધી કુરબાનીનું ગોશ્ત નથી પહોંચતુ, પણ અલ્લાહ તો ફક્ત કુરબાની પાછળની બંદાની નિયત જુએ છે. અલ્લાહને એ પસંદ છે કે તેમના બંદા ખુદાની બંદગીમાં પોતાની હલાલની કમાઈથી મેળવેલા પૈસા ખર્ચ કરે. કુરબાનીની આ પ્રક્રિયા ઈદના દિવસની સાથે ત્રણ દિવસ સુધી ચાલે છે.
કુરબાનીનો ઈતિહાસ - ઈબ્રાહીમ અલૈય સલામ એક પૈગંબર છે, જેમણે ખ્વાબમાં અલ્લાહનો હુક્મ થયો કે પોતાના વ્હાલા છોકરો ઈસ્માઈલ (જે પછી પેંગબર થયા) ને અલ્લાહની રાહમાં કુરબાન કરી દે. આ ઈબ્રાહીમ અલૈય સલામને માટે એક પરીક્ષા હતી, જેમા એક તરફ હતી પોતાના પુત્ર પ્રત્યેની મોહબ્બત અને એક તરફ હતો અલ્લાહનો હુકમ. ઈબ્રાહીમ અલૈય સલામે ફક્ત અલ્લાહના હુક્મને પુરો કર્યો અને અલ્લાહને રાજી કરવાની નીયતે પોતાના લખ્તે જીગર ઈસ્માઈલ અલૈય સલામની કુરબાની આપવા તૈયાર થઈ ગયો.
W.D
W.D
અલ્લાહ રહીમો કરીમ છે અને તે તો દિલના હાલ જાણે છે. જેવો જ ઈબ્રાહીમ અલૈય સલામ છરી લઈને પોતાના પુત્રને કુરબાન કરવા લાગ્યો, એટલામાં જ ફરીશ્તોના સરદાર જિબ્રીલ અમીને વીજળીના વેગથી ઈસ્માઈલ અલૈય સલામને ચાકુ નીચેથી હટાવીને તેની જગ્યાએ એક ઘેટાના બચ્ચાંને મુકી દીધુ. આ રીતે ઈબ્રાહીમ અલૈય સલામના હાથોથી ઘેટાના બચ્ચાની પહેલી કુરબાની થઈ. આ પછી જિબ્રીલ અમીને ઈબ્રાહીમ અલૈય સલામને ખુશખબર આપી કે અલ્લાહે તમારી કુરબાની કબૂલ કરી લીધી છે અને અલ્લાહ તમારી કુરબાનીથી રાજી છે.
કુરબાનીનો મકસદ- બેશક અલ્લાહ દિલોના હાલ જાણે છે અને તે સમજે છે કે બંદા જે કુરબાની આપી રહ્યા છે તેની પાછળ તેની નીયત શુ છે. જ્યારે બંદા કુરબાનીને અલ્લાહનો હુકમ માનીને ફક્ત અલ્લાહની રઝા માટે કુરબાની કરશે તો ચોક્કસ અલ્લાહની રઝા મેળવશે, પણ જો કુરબાની આપવામાં દેખાવ કે અભિમાન આવી ગયુ તો તેને સવાબ(પુણ્ય) નહી મળે. કુરબાની ઈજ્જતને માટે નહી પણ તેણે અલ્લાહની ઈબાદત સમજીને કરવામાં આવે. અલ્લાહ અમને અને તમને કહેવાથી પણ વધુ અમલની તૌફીક(શક્તિ) આપે.
કુરબાની કોણ કરે - શરીયતના મુજબ કુરબાની દરેક તે સ્ત્રી અને પુરૂષને માટે વાજિબ છે, જેમની પાસે 13 હજાર રૂપિયા કે તેની બરાબર સોના કે ચાંદી કે ત્રણેય (રૂપિયા, સોના અને ચાંદી) મળીને પણ 13 હજાર રૂપિયાના બરાબર છે.
જો કુરબાની નહી આપી તો - ઈદ ઉલ અજહા પર કુરબાની આપવી વાજિબ છે. વાજિબનો મુકામ ફર્જથી ઠીક નીચે છે. જો સાહિબે હૈસિયત હોવા છતાં પણ કોઈ વ્યક્તિએ કુરબાની નહી આપી તો તે ગુનેગાર થશે. જરૂરી નથી કે કુરબાની મોંધા જાનદારની આપવામાં આવે. દરેક જગ્યાએ જામતખાનોમાં કુરબાનીના ભાગ હોય છે, તમે તેમાં પણ ભાગીદાર બની શકો છો. જો કોઈ વ્યક્તિ હૈસિયત હોવા છતાં ધણા વર્ષોથી કુરબાની નથી આપી રહ્યો તો તે વર્ષની વચ્ચે સદકા કરીને તેને અદા કરી શકે છે. સદકા એક વારમાં ન કરતાં થોડો થોડો પણ આપી શકાય છે. સદકા દ્વારા જ તે મરહુમોની રુહને સવાબ પહોંચાડી શકે છે.
કુરબાનીનો ભાગ - કુરબાનીના ગોશ્તના ત્રન ભાગ કરવાની શરિયતમાં સલાહ છે. એક ભાગ ગરીબોમાં તકસીમ કરવામાં આવે, બીજો ભાગ પોતાના મિત્રો અહબાબ માટે વાપરવામાં આવે અને ત્રીજો ભાગ પોતાના ઘર માટે ઉપયોગમાં લેવામાં આવે. ત્રણ ભાગ કરવા જરૂરી નથી, જો ખાનદાન મોટુ છે તો તો તેમાં બે ભાગ કે વધુ પણ ઉપયોગમાં લઈ શકાય છે. ગરીબોમાં ગોશ્ત તકસીમ કરવુ મુફીદ (લાભકારી) છે.
ઈદના દિવસની સુન્નતે -
ઈદના દિવસની સુન્નતે આ પ્રકારની છે... 1. શરીયત મુજબ પોતાને સજાવવું. 2, ગુસ્લ(સ્નાન) કરવુ. 3. મિસ્વાક (દાતણ) કરવુ. 4. સારા કપડાં પહેરવા. 5. ખુશ્બુ લગાવવી. 6. સવારે વહેલુ ઉઠવુ. 7. વહેલી સવારે ઈદગાહ પહોંચી જવુ. 8. ઈદગાહ જતાં પહેલા મીઠી વસ્તુ ખાવી. 9. ઈદની નમાઝ ઈદગાહ પર અદા કરવી. 10. એક રસ્તે જઈને બીજા રસ્તેથી પાછા ફરવુ. 11. પગપાળા જવુ. 12. રસ્તામાં ધીરે ધીરે તકબીર પઢવી.