Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈસ્લામ ધર્મ : પવિત્ર માસ રમઝાન

Webdunia
P.R
ઈસ્લામ ધર્મ, પવિત્ર પાંચ સ્તંભ, રોઝા, રમઝાન માસ, ઈસ્લામી પંચાગ, ચંદ્રદર્શન, સાઉદી અરબસ્તાન


ઇસ્‍લામ ધર્મના પવિત્ર પાંચ સ્‍તંભ પૈકી એક ‘‘રોઝા'' રાખવાનો આખા મહિના ‘‘રમઝાન'' માસ શરૂ થવાને હવે ગણતરીની જ કલાકો બાકી રહી હોય મુસ્‍લિમ સમાજમાં આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ છવાઇ જવા પામ્‍યો છે.

બીજી તરફ રમઝાન માસને વધાવવા મુસ્‍લિમ સમાજમાં તૈયારીઓ થઇ ચૂકી છે.

જોકે ઇસ્‍લામી પંચાગ હંમેશા આકાશમાં દર મહિને થતા ચંદ્રદર્શન ઉપર આધારિત રહે છે.

જેના લીધે આજે ઇસ્‍લામી ૮મા મહિના શાબાનની ૨૮મી તારીખ છે અને કાલે ૨૯મી તારીખ થશે જેથી ક્રમ મુજબ કાલે ચંદ્રદર્શન થાય તો બુધવારથી રમઝાન માસ શરૂ થઇ જશે અને જો કાલે ૨૯મી શાબાનના ચંદ્રદર્શન ન થાય તો ૩૦મી તારીખ પૂરી કરવાની હોય છે જેના લીધે ગુરૂવારથી રમઝાન શરૂ થશે.

આમ છતાં વર્તારાના નિર્દેશ મુજબ કાલે મંગળવારે ૨૯મી શાબાનના જ ચંદ્રદર્શન થવાથી પૂણૃ શકયતા રહી હોઇ બુધવારે પ્રથમ રોઝો થવાનો સંભવ રહેલો છે.

સાઉદી અરબસ્‍તાનમાં પણ આજે સાંજે ચંદ્રદર્શન થવાની ખગોળ શાષાીઓએ જાણકારી આપતા રિયાધ ખાતે આજે સાંજે મિટીંગ બોલાવાઇ છે.

જો કાલે ચંદ્રદર્શન થાય અને બુધવારથી રમઝાન શરૂ થાય તો આ વખતે ૩૦ રોઝા પૂરા થવાનો સંપૂર્ણ સંભવ છે.

આમ છતાં રોજા ૩૦ થાય કે ૨૯ થાય તો પણ રમઝાન ઇદ ૯મી ઓગસ્‍ટ શુક્રવારે ન િ ヘતિ છે.

આ રમઝાન માસમાં રાખવામાં આવતા રોઝા ઇસ્‍લામ ધર્મમાં તમામ પુખ્‍તવયનાસ્ત્રી-પુરૂષો મોટેરાંઓ ઉપર ફરજીયાત છે. જેમાં પરોઢિયે નાસ્‍તો કરી લેવાનો રહે છે અને સૂરજ આથમતાં પછી જ જમવાનું રહે છે જેને રોઝા રાખવાનું કહેવાય છે. જેનો પણ એક સમય ન િ ヘતિ હોય છે.

જે મુજબ આ વખતે રોઝો ૪/૩૮ વાગે શરૂ થશે અને ૭/૪૦ ના સાંજે પૂર્ણ થશે. એ રીતે છેલ્લો રોઝો ૪/પપ વાગ્‍યે શરૂ થશે અને ૭/૨૯ ના પૂર્ણ થશે.

આમ આખા મહિનાના રોઝાના સમય પત્રકમાં ૨૮ મિનિટની વધઘટ ઉપર રમઝાન માસ પસાર થશે. એકંદરે શરૂઆતમાં ૧૪ કલાક પ૩ મિનિટનો રોઝો હશે જે છેલ્લે ૧૪ કલાક ૨પ મિનિટનો રોઝો થઇ જશે. આમ સતત ૧પ કલાક અન્ન જળનો ત્‍યાગ કરી મુસ્‍લિમો રોઝા રાખશે.

આ ઉપરાંત મુસ્‍લિમ બિરાદરો રોઝા રાખવા સિવાય રાતના સળંગ નમાઝ પઢશે જેને તરાવીહની નમાઝ કહેવાય છે. જેના લીધે રમઝાન માસમાં મોડી રાત સુધી મસ્‍જીદો ઇબાદતથી ભરપૂર રહેશે.

મુસ્‍લિમોના પવિત્ર તહેવારોમાંથી રમઝાન પણ એક અઝમત ફઝીલત બરકત અને રહેમત વાળો મહીનો છે. રમઝાન માસનો શાબાન માસની ર૯ અથવા ૩૦તા. સંભવિત ચંદ્રદર્શન થતા જ પ્રારંભ થઇ જાય છે. મસ્‍જિદો ઇબાદત ગાહો વિગેરે નમાજીઓથી અને તીલાવતે કુર્આનથી ગૂંજી ઉઠશે. રમઝાન માસમાં રાત્રે ઇશાની નમાઝ બાદ રમઝાન માસની ર૯-૩૦ રાત્રી સુધી નમાઝ પઢાવવામાં આવે છે. જે નમાઝે તરાહવી કહેવાય છે.

આ નમાઝમાં કેટલીય મસ્‍જીદમાં હાફીજ સાહેબો દ્વારા કુર્આન શરીફ સંભળાવવામાં આવે છે. રમઝાન માસમાં સતત ૧પ કલાક સુધી ભુખ્‍યા તરસ્‍યા રહી અને અલાહ પાકની ઇબાદત કરી અને અલ્લાહ પાકને રાજી કરે છે. રમઝાન માસ આવતો હોઇ જેથી મુસ્‍લીમોમાં એક અનોખો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. રમઝાન માસમાં દાનવીર લોકો મેકાત ખૈરાત કાઢી અને ગરીબ યતીમ બેવા મીસ્‍કીન લોકોને મદદ રૂપ થાય છે. રમઝાન માસમાં રોજાના સમય દરમ્‍યાન જાહેર મા ખાવું પીવુ એ મહા પાપ છે.

રમઝાન માસમાં રોજાના સમયમાં જાહેરમાં ખાણી પીણીથી બચે. આ માસ ખૂબ જ પૂર્ણય કરવાનું માસ છે. આ માસમાં ધનવાન લોકો પોતાની યથા શકતી પ્રમાણે ગરીબ બેવાઓ યતીમ મીસ્‍કીન ને મદદ રૂપ થવાથી ખૂબ જ પુન મળે છે. આ માસમાં એક નેકીનો અનેક ગણો સવાબ મળે છે.

માસમાં એક નેકીનો અનેક ગણો સવાબ મળે છે.

જેથી આ માસની અદબ કરવી એ દરેક સુન્ની મુસ્‍લીમોની પ્રાથમિક ફર્ઝે છે જેથી દરેક મુસ્‍લીમો આ માસનું અદબ કરે.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dev Diwali Wishes & Quotes 2024: દેવ દિવાળીનો આ તહેવાર તમારા જીવનને ભરી દે ખુશીઓ હજાર, તમારા પ્રિયજનોને આ શુભેચ્છા સંદેશાઓ દ્વારા અભિનંદન આપો.

Guru Nanak Jayanti 2024: ગુરુ નાનક જયંતિને કેમ કહેવામાં આવે છે પ્રકાશ પર્વ ? જાણો શીખ ધર્મના સ્થાપકના એ મુખ્ય ઉપદેશો જે આજે પણ છે પ્રાસંગિક

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Dev Diwali 2024: દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાયો, ધનથી ભરાઈ જશે તિજોરી, ભાગ્ય પણ આપશે સાથ

Kartik Purnima 2024 - આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Show comments