Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મકર સંક્રાતિ પર ખિચડી કેમ ખાવી જરૂરી છે ? જાણો શાસ્ત્ર મુજબ ચોખામાં ઉડદ દાળ જ કેમ મિક્સ કરવામાં આવે છે

khichadi
, સોમવાર, 9 જાન્યુઆરી 2023 (09:59 IST)
મકર સંક્રાતિ પર ખિચડી ખાવાનુ ખૂબ મહત્વ (makar sankranti me khichdi ka mahatva) છે.  એવુ માનવામાં આવે છે કે આ દિવસે ખિચડી ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે જે શનિ, રાહુ અને કેતુ જેવા  ગ્રહો સાથે જોડાયેલી હોય છે. પણ વિચારવાની વાત એ છે કે આ દિવસે ખિચડીમાં ફક્ત અડદની દાળ જ કેમ મિક્સ કરવામાં આવે છે. તેની પાછળ શુ કારણ છે અને શાસ્ત્ર તેને કંઈ વસ્તુઓ સાથે જોડીને જુએ છે આવો જાણીએ... 
 
કાળી અડદની દાળ (kali urad dal importance in mythology),અસલમાં શનિ દોષ સાથે જોડીને જોવામાં આવી છે. બીજી બાજુ ચોખાને સૂર્ય સાથે જોડીને જોવામાં આવે છે. શનિ સૂર્ય પુત્ર છે અને બંનેનુ મળવુ તમારા જીવનમાં સૂર્ય અને શનિનુ બેલેંસ પેદા કરે છે.  તેનાથી એક બાજુ જ્યા સૂર્યદેવ ખુશ થાય છે તો બીજી બાજુ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
નવગ્રહોનો પ્રસાદ માનવામાં આવે છે આ ખિચડી 
 
આ ઉપરાંત મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી નવગ્રહો સાથે પણ જોડાયેલ છે.  ઉલ્લેખનીય છે કે આ દિવસે ખિચડીમાં વપરાતી વસ્તુઓ ચોખા, અડદ, ઘી, હળદર, પાણી અને મીઠુ વગેરે જુદા જુદા ગ્રહો સાથે જોડાયેલા છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષથી બચી શકાય છે. 
 
તો એટલ અમાટે જીવનમાં બેલેંસ બનાવવા અને માનસિક અને શારીરિક શાંતિ કાયમ રાખવા માટે ખિચડી ખાવી લાભકારી માનવામાં આવે છે. તો આ મકર સંક્રાતિ  એટલે 15 જાન્યુઆરીના દિવસે જ્યારે રવિવાર હશે તો આ દિવસે ખિચડી ખાવી તમારા હેલ્થ માટે લાભકારી સાબિત થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ravivar Surya Puja- રવિવારે આખા પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી