Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akshat Puja: દેવી-દેવતાઓની પૂજામાં ચોખા ચઢાવવા પાછળ શું છે માન્યતા ? જાણો ખાસ કારણ

rice in puja
, મંગળવાર, 7 નવેમ્બર 2023 (07:22 IST)
rice in puja
Akshat Puja: પૂજા દરમિયાન આપણે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરીએ છીએ. જેમાં આપણે ખાસ કરીને  ફળ, ફૂલ, કુમકુમ અને ચોખા અર્પણ કરીએ છીએ. પૂજામાં જે સૌથી વિશેષ વસ્તુ અર્પણ કરવામાં આવે છે તે છે અક્ષત એટલે કે ચોખા,  જો કોઈ દેવતાની પૂજા કરવામાં આવે તો તે પૂજા દરમિયાન અક્ષત ચઢાવવાનું કહેવામાં આવે છે. શું તમે જાણો છો કે પૂજામાં અક્ષત ચઢાવવાનું આટલું મહત્વ કેમ છે?
છે. એવું કહેવાય છે જો પૂજા સામગ્રીમાં કંઈ ન હોય તો અક્ષત અર્પણ કરવાથી તે સામગ્રીની ઉણપ પૂરી થઈ જાય છે. ચાલો આજે જાણીએ કે શા માટે પૂજામાં અક્ષતનું આટલું વિશેષ મહત્વ છે અને તેની પાછળ શું છે માન્યતા.
 
પૂજામાં અક્ષત(ચોખા) કેમ ચઢાવવામાં આવે છે?
શાસ્ત્રોમાં અન્ન તરીકે ચોખાને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. આ કારણથી પૂજામાં અક્ષત ચઢાવવું શ્રેષ્ઠ છે. જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા જીવનમાં સુખ અને શાંતિ રહે. ચોખાનો રંગ સફેદ હોવાને કારણે તેને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.
 
ચોખાને સૌથી શુદ્ધ અન્ન તરીકે જોવામાં આવે છે. પૂજામાં કોઈપણ દેવી-દેવતાને માત્ર સ્વચ્છ વસ્તુઓ જ ચઢાવવી જોઈએ. ડાંગરની અંદર ચોખા ઉગે છે અને પશુ-પક્ષીઓ પણ તેનો નાશ કરી શકતા નથી, તેથી તેને પૂજામાં અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
પૂજા પહેલાં આપણે જે પણ સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે જીવનમાં સફળતા મળે અને સમસ્યાઓનો સામનો કરવાની હિંમત મળે. અક્ષતનો અર્થ એવો થાય છે કે જે ખંડિત ન હોય તેથી ચોખા એકાગ્રતાનું પણ પ્રતિક  છે.
 
પૂજામાં કેવા પ્રકારના અક્ષત અર્પણ કરવા
 
જો તમે પૂજામાં અક્ષત અર્પણ કરો છો, તો ધ્યાન રાખો કે અક્ષત બિલકુલ તૂટેલા ન હોય. અખંડ અથવા તૂટેલી કોઈપણ વસ્તુ પૂજામાં ન ચઢાવવી જોઈએ, કારણ કે તેનાથી દેવી નારાજ થાય છે. પૂજામાં હંમેશા સ્વચ્છ, સફેદ અને અખંડ અક્ષત ચઢાવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dhanteras 2023: ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદો આ 5 વસ્તુઓ, નહી તો દેવી લક્ષ્મી થશે નારાજ અને જતી રહેશે સુખ-સમૃદ્ધિ