Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vidur Niti: આ 4 લોકોને ભૂલથી પણ ન આપશો પૈસા

Vidur Niti: આ 4 લોકોને ભૂલથી પણ ન આપશો પૈસા
, ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (08:00 IST)
મહાત્મા વિદૂરને મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ પણ વિદૂરજીની સમજદારીના કાયલ હતા. આ જ કારણ છે કે તેઓ તેમને પોતાની વાતો શેર કરતા હતા અને  સલાહ લેતા હતા.  એવુ કહેવાય છે કે મહાત્મા વિદૂરે હસ્તિનાપુરના હિતમાં અનેક મોટા નિર્ણય લીધા હતા. વિદૂરજીએ પણ આચાર્ય ચાણક્યની જેમ નીતિઓ દ્વારા જીવન જીવવાની રીત અને જીવનનો સાર સમજાવ્યો હતો. વિદૂરજીએ એક નીતિમાં એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમને ધન સોંપવાથી સર્વનાશ થઈ શકે છે. જાણો આ 4 લોકો વિશે. 
 
 येऽर्थाः स्त्रीषु समायुक्ताः प्रमत्तपतितेषु च।
ये चानार्ये समासक्ताः सर्वे ते संशयं गताः ॥
 
અર્થાત 
આળસી, અધર્મી, દુર્જન અને સ્ત્રીના હાથમાં સોંપેલી સંપત્તિ 
બરબાદ થઈ જાય છે, તેથી સાવધ રહેવુ  જોઈએ 
 
1 વિદુર જી કહે છે કે પૈસા ક્યારેય આળસુના હાથમાં ન આપવા જોઈએ. કારણ કે આળસુ કોઈ પણ કાર્ય ટાળતા રહે છે. ઘણી વખત તે પોતાનું કામ કોઈ બીજા દ્વારા કરાવવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ અન્ય તે કાર્ય કરે તો શક્ય છે કે તેઓ જેટલા પૈસા ખર્ચ થવા જોઈએ તેનાથી વધુ પૈસા ખર્ચ કરશે. જેના કારણે પૈસાનું નુકશાન થવુ શક્ય છે.
 
2 વિદુર જી કહે છે કે ક્યારેય પણ બદમાશ ટાઈપના લોકોને ધન ન સોંપવુ જોઈએ.  મહાત્મા વિદુર કહે છે કે વ્યક્તિએ ક્યારેય પોતાની સંપત્તિ એવી વ્યક્તિને ન સોંપવી જોઈએ નહીં, જેની નિયત પર તમને થોડી પણ શંકા હોય. તમે જેના પર વિશ્વાસ કરો છો તેને પૈસા આપો.
 
3. મહાત્મા વિદુર કહે છે કે ધન ક્યારેય પણ દૃષ્ટ પ્રવૃત્તિના લોકોને ન આપશો. નહી તો જ્યારે તમે તમારા પૈસા પરત માંગશો તો તે તમને  પરત ક્યારેય નહી મળે 
 
4. મહાત્મા વિદુર કહે છે કે સ્ત્રીઓનું મન ચંચળ છે. આવી સ્થિતિમાં ઘણી વખત અતિ ઉત્સાહમાં કે લાગણીવશ તે પૈસા ક્યાં ખર્ચવા અને ક્યાં નહીં તે અંગે વિચારી શકતી નથી.  આવી સ્થિતિમાં ફાલતૂ પૈસા ખર્ચ થવાની  શક્યતાઓ વધી જાય છે. મહાત્મા વિદુર કહે છે કે  જો આપ તેમને પૈસા સોંપવા માંગો છો તો સારૂ રહેશે કે તેમને પહેલાથી સમજાવવાનો પ્રયત્ન કરો કે આ પૈસાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૂતરો રડવાનું શા માટે અશુભ માનવામાં આવે છે?