Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vahan Durghatna Nashak Yantra: વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે? અકસ્માતથી બચવા માટે તમારી ગાડીમાં તે ક્યારે અને કેવી રીતે મુકવું?

Vahan Durghatna Nashak Yantra
, મંગળવાર, 11 નવેમ્બર 2025 (06:45 IST)
Vahan Durghatna Nashak Yantra: જ્યોતિષ અને વાસ્તુના નિષ્ણાતોના મતે, વાહન સુરક્ષા યંત્ર એક એવી ચાવી છે જે તમને અને તમારા પરિવારને અકસ્માતોથી બચાવી શકે છે. આ યંત્રને  દુર્ઘટના નાશક યંત્ર અને મારુતિ યંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે પણ ગાડીમાં આ યંત્ર મુકવામાં આવે છે, ભગવાન હનુમાન પોતે તે વાહનનું રક્ષણ કરે છે  ચાલો હવે જાણીએ કે તમારે આ યંત્ર ક્યારે અને કેવી રીતે તમારા વાહનમાં મૂકવું જોઈએ.
 
વાહન દુર્ઘટના નાશક યંત્ર શું છે ? 
વાહન દુર્ઘટના નાશક યંત્ર એક ભૌમિતિક આકાર છે જેમાં ભગવાન હનુમાનજીની સકારાત્મક ઉર્જાનો વાસ હોવાનું માનવામાં આવે છે. યંત્ર જુદા જુદા પ્રકારના હોય છે, દરેક યંત્રની પોતાની અલગ ઉર્જા અને કાર્ય હોય છે. તેવી જ રીતે, વાહન દુર્ઘટના નાશક યંત્ર, અથવા મારુતિ યંત્ર, વાહન દુર્ઘટના સામે રક્ષણ આપે છે. વાહન અકસ્માત નાશક યંત્ર બ્રહ્માંડિક ઉર્જાઓને નિયંત્રિત કરે છે અને રક્ષણ પૂરું પાડે છે. તેથી, આ યંત્રને વાહનમાં મુકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
વાહન દુર્ઘટના નાશક યંત્રને ક્યારે તમારા વાહનમાં મુકવું જોઈએ ?
વાહન દુર્ઘટના નાશક યંત્રને તમે ગમે ત્યારે તમારા વાહનમાં મૂકી શકો છો. તમે તેને તમારી કાર, બસ અથવા તમારા બાઇક કે સ્કૂટર પર પણ લટકાવી શકો છો.
 
વાહન દુર્ઘટના નાશક યંત્ર કેવી રીતે લગાવવું જોઈએ  ? 
વાહન દુર્ઘટના નાશક યંત્રને તમે તમારી ગાડીમાં મંગળવાર, શનિવાર અથવા રવિવારે મૂકી શકો છો. તેને વાહનમાં મૂકતા પહેલા, તેને કાચા દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરો. ત્યારબાદ "ૐ નમો ભગવતે અંજનેય. મહાબલાય સ્વાહા" અથવા "ૐ અંતે રક્ષાય નમઃ" મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. ત્યારબાદ, યંત્રને તમારા પૂજા સ્થાન પર થોડીવાર માટે મૂકો. આ યંત્રને તમારી ગાડીમાં મુકતા પહેલા વાહનને સાફ જરૂર કરી લો. 
 
વાહન દુર્ઘટના નાશક યંત્રનો શું લાભ છે ? 
વાહન દુર્ઘટના નાશક યંત્રને કારમાં મુકવાથી તમે અકસ્માતોથી બચી શકો છો. આ સાથે, કારમાં પોઝીટીવ એનર્જી  પણ રહે છે. જો તમે શનિ, મંગળ અથવા રાહુની મહાદશામાંથી પસાર થઈ રહ્યા છો, તો અકસ્માતોનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં, કારમાં મારુતિ યંત્ર સ્થાપિત કરવું શુભ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, વાહન સુરક્ષા યંત્રને કારમાં મુકવાથી, કાર હંમેશા તમારો સાથ આપે  છે, એટલે કે, તે ખોટા સમયે ખરાબ થતી નથી, તમારે કાર પર બિનજરૂરી ખર્ચ કરવાની જરૂર નથી પડતી. તમે આ યંત્ર ઓનલાઈન મેળવી શકો છો અથવા તમે તેનું પ્રિન્ટઆઉટ લઈને પણ તેનો ઉપયોગ પણ કરી શકો છો.



(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. વેબદુનિયા ગુજરાતી કોઈપણ માહિતીની સત્યતાનો પુરાવો આપતું નથી.)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kaal Bhairav Jayanti 2025: ક્યારે છે કાલભૈરવ જયંતી ? જાણો ભગવાન શિવનાં આ રૌદ્ર સ્વરૂપનું મહત્વ