હિંદુ ધર્મમાં ચૈત્ર અમાસ Chaitra Amavasya 2022: નો ખાસ મહત્વ છે. આ અમાસ દરેક વર્ષ માર્ચ કે એપ્રિલ મહીનામાં આવે છે. અમાસ તિથિને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ છે. આ દિવસે લોકો પિતરોને તર્પણ વગેરે કરે છે. તે સિવાય સ્નાન અને દાનની પરંપરા છે. લોકો કાગડા, ગાય, કૂતરા અને ગરીબોને ભોજન કરાવે છે. ગરૂડ પુરાણ મુજબ અમાસને પૂર્વજ તેમના વંશજના ઘરે આવે છે.
ચૈત્ર અમાસ (Chaitra Amas) તિથિની ઉદયા તિથિથી શરૂ થાય છે અને પ્રતિપદા તિથિને ચંદ્રમા દર્શનની સાથે પૂર્ણ હોય છે. આ વર્ષે ચૈત્ર અમાસ એક દિવસે નહી પણ બે દિવસે રહેશે જાણો ચૈત્ર અમાવસ્યા (Chaitra Amavasya) ના દિવસે શ્રાદ્ધ અને સ્નાન દાનની તિથિ
ચૈત્ર અમાસ 31 માર્ચ ગુરૂવારે બપોરે 12 વાગીને 22 મિનિટ પર શરૂ થશે જે કે 1 એપ્રિલ શુક્રવારે સવારે 11 વાગીને 54 મિનિટ પર સમાપ્ત થશે. તેથી આ બન્ને જ અમાસ તિથિ માન્ય હશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગરીબોને ભોજન કરાવવુ ખૂબ પુણ્યકરી હોય છે. અમાવસ્યાના દિવસે ગરીબોને ભોજન કરાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોય છે. માન્યતા છે કે આવુ કરવાથી જીવનની પરેશાનીઓ ખત્મ હોય છે તે સિવાય આ દિવસે કીડીઓને ખાંડ ખવડાવવાથી લક્ષ્મીની કૃપા મળે છે.