Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભગવાન શિવને પ્રસન્ન કરવા આટલુ કરો, દરેક મનોકામના પૂર્ણ થશે

ભગવાન શિવને પ્રસન્ન કરવા આટલુ કરો, દરેક મનોકામના પૂર્ણ થશે
, સોમવાર, 17 જાન્યુઆરી 2022 (00:19 IST)
નારદ મુનીએ બ્રહ્માજીની પૂછ્યુ કે કળયુગમાં મનુષ્ય દ્વારા ભગવાન શિવ શંકરને પ્રસન્ના કરવા અને ઈચ્છા પૂર્તિ માટે શુ શુ કરવુ જોઈએ તો ભોલે શંકર પ્રસન્ન થશે અને મનુષ્યોને કષ્ટોથી મુક્તિ મળશે. આ અંગે શિવ પુરાણમાં રુદ્ર સંહિતાના 14માં અધ્યાયમાં અન્ન, ફૂલ અને જળધારાનુ મહત્વ સમજાવ્વામાં અવ્યુ છે.
 જે વ્યક્તિ લક્ષ્મીની પ્રાપ્તિની ઈચ્છા રાખતો હોય તેણે કમળ, બિલી પત્ર, શતપત્ર અને શંખપુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
- જે વ્યક્તિ આયુની કામના રાખતો હોય તેણે એક લાખ દુર્વાઓથી શિવની પૂજા કરવી જોઈએ.
- જો પુત્રની ઈચ્છા હોય તો તેણે ધતુરાના એક લાખ ફુલોથી પૂજા કરવી, જો લાલ દાંડીવાળા ધતુરાથી પૂજા કરવામાં આવે તો અતિ શુભ ફળ દાયક રહેશે.
- જે વ્યક્તિ યશની પ્રાપ્તિ ઈચ્છતો હોય તેણે એક લાખ અગસ્ત્યના ફૂલોથી પૂજા કરવી જોઈએ.
- જે વ્યક્તિ તુલસીદાસ ભગવાન શિવ શંકરની પૂજા કરે છે તેને ભોગ નએ મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. સફેદ આંખો, અપમાર્ગ અને શ્વેત કમળના એક લાખ ફૂલોથી પૂજા કરવાથી ભોગ નએ મોક્ષની પ્રાપ્તિ થાય છે.;
- જે વ્યક્તિ ચમેલીથી શિવની પૂજા કરે છે તેને વાહન સુખની પ્રાપ્તિ થાય છે.
- જુહીના ફૂલોથી શિવ શંકરની પૂજા કરવામાં આવે તો અન્નની ક્યારેય કમી નથી આવતી
- જે વ્યક્તિઓને પત્ની સુખમાં અવરોધ આવે છે તેણે ભગવાન શંકરની બેલાના ફૂલોથી પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી અંત્યત શુભ લક્ષણવાળી પત્નીની પ્રાપ્તિ થાય છે.
- હાર શ્રૃંગારના ફૂલોથી જે વ્યક્તિ શિવ પૂજા કરે છે તેને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Paush Purnima 2022- પૌષ પૂર્ણિમા કાલે, આ વિધિથી કરવી પૂજા, નોંધી લો સ્નાન દાનનો સમય