rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી લક્ષ્મી માનો થાળ

maa laxmi no thal
, શુક્રવાર, 30 જાન્યુઆરી 2026 (09:24 IST)
શ્રી લક્ષ્મી માનો થાળ Lakshmi Mano Thal- 

જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
મારા પ્રેમની થાળી મે તો રસોઈ મારા હાથે બનાવી 
 
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ લક્ષ્મીજી જમવા પધારજો

ALSO READ: શ્રી લક્ષ્મી યંત્ર
મનગમતી વાનગી, ખુબ નાખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર લક્ષ્મીજી જમવા પધારજો
 
તાજા કીધા છે શાક ભક્તનો ના જોશો વાંક
ભાવે જમો દિલડાની દાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

ALSO READ: શ્રી લક્ષ્મી ચાલીસા
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે
સ્નેહ કેરા શાકની છે વાત લક્ષ્મીજી જમવા પધારજો
 
ઝારીમાં ભરિયા છે, પ્રેમ તણા વારી
ભક્તોની રાખજો ભાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
 
સરયુનાં વારી છે, પાન બીડા વાળ્યા છે
અંતરના જોડ્યા છે લક્ષ્મીજી જમવા પધારજો
 
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું
લવિંગ સોપારીને પાન ખવરાવશું
તમ પર વારી વારી જાઉં લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો

Edited By- Monica Sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.