sharad poonam- અશ્વિન માસની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહે છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રમાની કિરણોથી અમૃત થાય છે. શરદ પૂર્ણિમા પણ કહે છે. માન્યતા છે કે આ રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ફરવા આવે છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે. આ દિવસે રાશિ મુજબ ઉપાય કરવાથી કિસ્મત ચમકતા મોડું નહી થાય. રાશિ મુજબ ઉપાય..
મેષ રાશિ - આ રાશિના લોકો શરદ પૂર્ણિમા પર કન્યાઓને ખીર ખવડાવો અને ચોખાને દૂધમાં ધોઈને વહેતા પાણીમાં પ્રવાહી કરી દો. એનાથી લાભ થશે.
વૃષ રાશિ- આ રાશિમાં ચંદ્રમા ઉચ્ચનું હોય છે . આ રાશિના લોકો શરદ પૂર્ણિમા પર દહીં અને ગાયનું ઘી કોઈ લક્ષ્મી મંદિરમાં દાન કરો.
મિથુન રાશિ- આ રાશિના લોકો નોકરીમાં પ્રમોશન માટે શરદ પૂર્ણિમા પર દૂધ અને ચોખાનું દાન કરો. તો એના માટે બહુ જ લાભકારી રહેશે.
કર્ક રાશિ- આ રાશિના લોકો શરદ પૂર્ણિમા પર શાકર મિક્સ દૂધ લક્ષ્મીજીને અર્પિત કરો અને ત્યારબાદ એને વહેંચી દો. એનાથી ધન લાભ થશે.
સિંહ રાશિ- આ રાશિના લોકો શરદપૂર્ણિમા પર ધન પ્રાપ્તિ માટે મંદિરમાં ગોળનું દાન કરો એનાથી અચાનક ધન પ્રાપ્તિના યોગ બની શકે છે.
કન્યા રાશિ- મનોકામના પૂર્તિ માટે આ રાશિના લોકો 3 થી 10 વર્ષ સુધીની કન્યાઓને ભોજન કરાવો. ભોજનમાં ખીર જરૂર હોવી જોઈએ.
તુલા રાશિ- આ રાશિના લોકો શરદ પૂર્ણિમા પર ધન અને એશ્વર્ય માટે ધર્મ સ્થાનો એટલે કે મંદિરો પર દૂધ, ચોખા અને શુદ્ધ ઘીનું દાન આપો.
વૃશ્ચિક રાશિ- સુખ-શાંતિ અને સંપન્નતા માટે આ રાશિના લોકો સ્વામી મંગળથી સંબંધિત વસ્તુઓ અને કન્યાઓને દૂધ અને ચાંદીનુ દાન કરો.
ધનુ રાશિ- આ રાશિના લોકો શરદ પૂર્ણિમા પર ચનાની દાળ પીળા કપડામાં રાખી મંદિરમાં દાન કરો. એનાથી એમની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે.
મકર રાશિ- શરદ પૂર્ણિમા પર આ રાશિના લોકો વહેતી નદીમાં ચોખા પ્રવાહી . આ ઉપાયથી તમારી મનોકામના પૂરી થઈ શકે છે.
કુંભ રાશિ- શરદ પૂર્ણિમા પર આ રાશિના લોકો જરૂરિયાતને કપડા, ભોજન અને વસ્તુઓનું દાન કરો સાથે જ દૃષ્ટિહીનોને ભોજન પણ કરાવો.
મીન રાશિ- આ રાશિના લોકો શરદ પૂર્ણિમા પર સુખ એશ્વર્ય અને ધનની પ્રાપ્તિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવશો તો સારું રહેશે.