Shani Amavasy હિન્દુ પંચાગના મુજબ, અમાવસ્યા (Amavasya) 30 એપ્રિલ 2022 30 એપ્રિલે વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. સૂર્યગ્રહણનો સમય ભારતમાં શનિવાર, 30 એપ્રિલની મધ્યરાત્રિએ 12:15 થી સવારે 04:07 સુધી રહેશે.
વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 29 એપ્રિલે બપોરે 12:57 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 30 એપ્રિલ શનિવારના રોજ બપોરે 1:57 વાગ્યા સુધી રહેશે. વૈશાખ અમાવસ્યા અથવા શનિ અમાવસ્યા ઉદયની તારીખના આધારે 30 એપ્રિલે ઉજવવામાં આવશે.
આજના દિવસે હળ અને બળદની પૂજા કરવામાં આવે છે. આવતીકાલે શનિશ્ચરી અમાવસ્યા (Shanishchari Amavasya,) ઉજવાશે. શનિવારના દિવસે અમાસ તિથિ હોવાને કારને તેને શનિશ્ચરી અમાસ કહે છે. આ દિવસે દાન અને સ્નાનથી જીવનના બધા પાપ દૂર થાય છે. આ તહેવાર પર પિતૃ પૂજા કરવાથી પરિવારની વય અને સુખ સમૃદ્ધિ પણ વધે છે.
આ દિવસે સ્નાનનુ ખૂબ વધુ મહત્વ છે. પવિત્ર નદીઓ કે તેમનુ જળ ઘરના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવાથી જાણતા અજાણતામાં થયેલા પાપ પણ ખતમ થઈ જાય છે. આ માહિતી આપતા પંડિત કેદાર નાથ મિશ્રાએ જણાવ્યુ આ દિવસે સૂર્યોદયથી પહેલા જ ન્હાવુ જોઈએ. દાન કરવાનો સંકલ્પ લો. ગરીબને તેલ, જૂતા-ચપ્પલ કપડા, લાકડીનો પલંગ, કાળી છત્રી, કાળા કપડા અને અડદની દાળ દાન કરવાથી કુંડળીનો શનિ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકો પર શનિની સાઢેસતી ચાલી રહી છે તેમને સરસવના તેલમાં પોતાનો પડછાયો જોઈને દાન કરવુ જોઈએ. દરવાજા પર કાળ ઘોડાની નાળ લગાવો અને કૂતરાને રોટલી ખવડાવો અને સાંજે પશ્ચિમની તરફ તેલનો દિવો પ્રગટાવો. 'ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્ર વાંચતા પરિક્રમા કરવાથી લાભ થાય છે.
કુંભ અને મકર રાશિવાળા હોય છે ભાગ્યશાળી, શનિદેવની રહે છે વિશેષ કૃપા
જ્યોતિષમાં 12 રાશિઓનુ વર્ણન છે. દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે. સ્વામી ગ્રહનો રાશિ પર પૂરો પ્રભાવ રહે છે. કુંભ અને મકર રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિદેવની કૃપાથી આ લોકોને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી. ધાર્મિક માન્યતાઓ મુજબ શનિદેવને કર્મ ફળ દાતા કહેવાય છે. શનિ દેવ કર્મના હિસાબથી વ્યક્તિને ફળ આપે છે. જ્યોતિષમાં શનિને પાપી ગ્રહ કહે છે. શનિના અશુભ પ્રભાવોથી દરેક કોઈ સુરક્ષિત રહેવા માંગે છે. જ્યા શનિના અશુભ પ્રભાવથી વ્યક્તિનુ જીવન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થાય છે તો બીજી બાજુ શનિના શુભ પ્રભાવથી વ્યક્તિનુ જીવન રાજાના સામાન થઈ જાય છે. શનિદેવની કૃપાથી ગરીબ પણ રાજા બની જાય છે. કુંભ અને મકર રાશિવાળા ભાગ્યશાળી હોય છે. આવો જાણીએ કુંભ અને મકર રાશિના જાતકો વિશે...
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. આ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા છે.
કુંભ રાશિના લોકો ખૂબ જ સરળ સ્વભાવના હોય છે, જેના કારણે શનિદેવ તેમના પર વિશેષ આશીર્વાદ આપે છે.
કુંભ રાશિના લોકો હંમેશાં અન્યની સહાય માટે તૈયાર હોય છે. જે લોકો અન્યની મદદ કરે છે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી પણ શનિદેવ છે.
શનિદેવ મકર રાશિના લોકો માટે દયાળુ રહે છે.
શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો દુ: ખથી દૂર રહે છે.
મકર રાશિના લોકો ભાગ્ય પણ સમૃદ્ધ છે.
તેમના સ્વભાવને કારણે શનિદેવ આ રાશિના લોકોથી ખુશ રહે છે.