Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shani Sade Sati In 2026: વર્ષ 2026માં આ 3 રાશિના જાતકો પર રહેશે શનિની સાઢેસાતી, જાણો તે રાશિના નામ અને સાઢેસાતીથી રાહત માટે ઉપાય

shani sade sati
, મંગળવાર, 18 નવેમ્બર 2025 (12:59 IST)
Shani Sade Sati In 2026: જ્યોતિષમાં શનિ દેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે જાતકોના કર્મો મુજબ ફળ પ્રદાન કરે છે. કુંડળીમાં શનિનુ સ્થાન જાતકના વ્યક્તિગત જીવન, કરિયર અને વેપાર પર ઊંડી અસર કરે છે.  જો કે તે મંદ ગતિથી ચાલ ચાલે છે અને લગભગ અઢી વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે, તેથી તેનો પ્રભાવ લાંબા સમય સુધી બન્યો રહે છે.  જ્યોતિષિઓનુ માનીએ તો કર્મફળ દાતા શનિ જ્યારે પણ રાશિ બદલે છે તો અનેકવાર કેટલીક રાશિઓ પર શનિની સાઢેસાતી અને ઢૈય્યાનો પ્રભાવ શરૂ કે સમાપ્ત થાય છે.  આ અવધિ જાતકો માટે પડકારરૂપ માનવામાં આવે છે.  સાથે જ આ સમય વધુ પરિશ્રમ અને આરોગ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ આવે છે.  હવે જોકે વર્ષ 2025 સમાપ્તિની તરફ છે અને 2026નુ આગમન થવાનુ છે. આવામાં નવા વર્ષમાં કંઈ રાશિઓ પર સાઢેસાતીનો પ્રભાવ કાયમ રહેશે આવો જાણીએ વિસ્તારપૂર્વક  
 
આ રાશિઓ પર રહેશે સાઢેસાતી અને ઢૈય્યા 
જ્યોતિષીઓના મતે, માર્ચ 2025 માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ રાશિમાં તેના આગમન સાથે, મેષ રાશિ શનિની સાડાસાતીનો પ્રથમ ચરણને અનુભવશે. મીન રાશિ બીજા ચરણને અનુભવશે અને કુંભ રાશિ ત્રીજા ચરણનો  અનુભવ કરશે. આ ત્રણ રાશિઓ પર શનિનો પ્રભાવ 2027 સુધી ચાલુ રહેશે. પરિણામે, નવા વર્ષ 2026 માં પણ આ રાશિઓ પર શનિની સાડાસાતી ચાલુ રહેશે. ધનુ અને સિંહ રાશિ પણ શનિની ધૈયાથી પ્રભાવિત થશે.
 
પ્રભાવથી બચવાના ઉપાય  
જ્યોતિષીઓ મુજબ 43 દિવસ સુધી શનિ મંદિર જઈને મહારાજના ચરણોમાં તેલ અર્પિત કરે. આ સરળ ઉપાયના પ્રભાવથી કાર્યોમાં આવી રહેલા અવરોધ દૂર થાય છે.  શનિવારના દિવસે સાંજે પીપળાના વૃક્ષ નીચે તેલનો દિવો પ્રગટાવો. આ દરમિયાન શનિ ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ કાળી વસ્તુઓનુ દાન કરો. તેનાથી શનિ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.  
 
જ્યોતિષિઓનુ માનીએ તો કાળી ગાયની પૂજા અને તેને ચારો ખવડાવવા પર સાઢેસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ઓછો થાય છે. સાથે જ અટકેલા કાર્ય પૂરા થાય છે.  ધાર્મિક માન્યતાઓ મુજબ દર શનિવારે શનિદેવની પૂજા કરો આ દરમિયાનન સરસિયાનુ તેલ અને કાળા તલ ચઢાવો. શનિ ચાલીસાનો પાઠ પણ કરો.  તેનાથી સાઢેસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ઓછો થાય છે.  
 
- શનિવાર અને મંગળવાર માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. માન્યતા છે કે તેનાથી ઢૈય્યાનો પ્રભાવ ઓછો થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Masik Shivratri Upay: માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, ભોલેનાથ દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે