Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે કરશો સોળ સોમવારનુ વ્રત, જાણો સંપૂર્ણ વિધિ Video

Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2022 (00:29 IST)
સોળ સોમવારનું વ્રત: શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. તો આવો જાણીએ સોળ સોમવારની વ્રત વિધિ..
 
- સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું.
- ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરવી.
- શિવલિંગ પર દુધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું.
શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો.
- આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા-અર્ચના કરવી.
- પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા.
- ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા.
- વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.
- પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો. 
- સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું.
 
સોળ સોમવારના વ્રતથી થતા ફાયદા
 
- શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે. આથી, કોઇપણ ભક્ત સાચા મનથી અને આસ્થાપૂર્વક મહાદેવની પૂજા કરે અને ઉપવાસ કરે તો નિશ્ચિતરૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
- વિવાહિત મહિલાઓ તેના દાંપત્યજીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે પણ શિવજીનું વ્રત રાખે છે.
-જે લોકોને સંતાન ન થતા હોય દંપતી પણ જો આ વ્રત કરે તો તેમને જરૂર તેનુ ફળ મળે છે.
- સોળ સોમવારના વ્રત એટલે સોળ સોમવાર સુધી કરવા.. સોળ સોમવાર પછી આ વ્રત પુર્ણ થાય છે અને સોળ સોમવાર પછી જ તેની ઉજવણી પણ કરી શકાય છે. 
- જો તમે વ્રત કોઈ વિશેષ ઈચ્છા ભોલેનાથ સામે દર્શાવી હોય તો જે સુધી તે ઈચ્છા પૂર્ણ ન થાય ત્યા સુધી તે કરતા રહો. જો તમારી ઈચ્છા એક જ વર્ષમાં પુર્ણ થઈ જાય તો તમે તે બીજા વર્ષે ન પણ કરો તો વાંધો નથી.આ તમારી ઈચ્છા અને શ્રદ્ધા પર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

Vivah Muhurat 2024: નવેમ્બરમાં આ દિવસથી શરૂ થઈ રહ્યા છે વિવાહના શુભ મુહુર્ત, નોંધી લો લગ્ન અને તિથિઓ

6 November 2024 Ka Panchang: આજે લાભ પાંચમ, જાણો તમારા શહેરનો સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય અને શુભ મુહુર્ત

Happy Labh Pancham 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમની શુભકામનાઓ

Labh pancham- લક્ષ્મી પંચમી પર અપાર ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments