શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવ શનિવારની પૂજા અને વિશેષ ઉપાયોથી પ્રસન્ન થાય છે અને ભક્તોને તેમના આશીર્વાદ આપે છે. બીજી બાજુ શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આમ તો શનિદેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે, પરંતુ કર્મો અનુસાર તે દરેક વ્યક્તિને ફળ આપે છે. જે વ્યક્તિ પર શનિની દશા રહે છે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શનિના દોષોને લીધે કાર્યમાં અવરોધ આવે છે. કોઈ કામ થતું નથી. તો, આજે અમે તમને રાશિ પ્રમાણે શનિદેવના કેટલાક વિશેષ ઉપાય બતાવી રહ્યા છીએ, જે કરવાથી શનિ દોષોથી છુટકારો મળશે અને જીવનમાં કોઈ અવરોધ નહી આવે.
તો આવો જાણીએ રાશિ મુજબ શનિના ઉપાય જે કરવાથી થશે શનિદેવની કૃપા...
મેષ - આ રાશિના જાતક શનિવારે વ્યક્તિએ મીઠું અને તેલનું દાન કરવું જોઈએ.
વૃષભ - આ રાશિના લોકોએ શનિવારે ચણા અને ગોળનું દાન કરવું જોઈએ.
મિથુન- આ લોકોએ શનિવારે અન્ન અને કપડાંનું દાન કરે છે.
કર્ક - કર્ક રાશિવાળાઓએ કોઈપણ ગૌશાળાને તેમની ક્ષમતા પ્રમાણે દાન કરવું જોઈએ. શનિની સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે કૂતરાને રોટલી ખવડાવો. તમે કૂતરાને રોટલી રોજ પણ ખવડાવી શકો છો.
સિંહ - આ રાશિના લોકોએ તેમની ક્ષમતા અનુસાર કોઈપણ વૃદ્ધાશ્રમમાં દાન આપવું જોઈએ. શનિવારે પક્ષીઓ માટે અનાજ અને પાણી ઘરની બહાર મુકવુ જોઈએ. તમે રોજ પક્ષીઓ માટે અન્ન અનાજ પણ મુકી શકો છો.
કન્યા - આ રાશિના લોકોએ શનિવારે મંદિરમાં અથવા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખા અને અડદની દાળનું દાન કરવું જોઈએ.
તુલા-તુલા રાશિના લોકોએ શનિવારે શનિ મંદિરમાં તેલનું દાન કરવું જોઈએ. આ દિવસે ગરીબ લોકોને કંઇક મીઠાઇ ખવડાવો.
વૃશ્ચિક - આ લોકો પક્ષીઓને અનાજ ખવડાવે અને ગરીબ લોકોની મદદ કરો.
ધનુ - શનિવારે આશ્રમમાં તેમની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. વૃદ્ધોની સેવા કરો.
મકર-શનિવારના દિવસે માછલીને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો.
કુંભ - શનિવારે મંદિરમાં તેલનું દાન કરો. આ દિવસે ગરીબોને મીઠાઇઓ ખવડાવો.
મીન-શનિવારના દિવસે કોઈપણ ગૌશાળામાં પૈસા અને અન્નનું દાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો.