Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટેંશન અને પરેશાનીથી મુક્ત રહેવા માંગો છો તો સોમવારે કરો આ કામ

ટેંશન અને પરેશાનીથી મુક્ત રહેવા માંગો છો તો સોમવારે કરો આ કામ
, સોમવાર, 27 જાન્યુઆરી 2020 (09:05 IST)
આજના સમયમાં દરેક કોઈ તનાવનો સામનો કરી રહ્યુ છે. તેનાથી દૂર રહેવાની માણસ ભલે ગમે તેટલી કોશિશ કરી લે પણ છતા તનાવથી ધેરાયેલો રહે છે. અનેક લોકો તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓની પણ મદદ લે છે.  પણ આજે અમે તમને તમારી આ સમસ્યા ખતમ કરવાના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે.  જેને અપનાવીને તમે સહેલાઈથી આ રોગથી છુટકારો મેળવી શકો છો પણ બધા ઉપય સોમવરના દિવસે જ કરવાના છે. 
 
એવુ કહેવાય છે કે ટેંશનને દૂર કરવ માટે સોમવારના દિવસે ખીર બનાવો અને સૌ પહેલા ભગવાન શિવને તેનો ભોગ લગાવો. રાત્રે જમ્યા પછી તમે તેને  પોતે ખાવ. 
 
સોમવરે રાત્રે સૂતા પહેલા ગાયત્રી મંત્રનો જાપ 9 વાર કરો. એવુ કહેવાય છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ટેંશન દૂર થાય છે. 
 
જો તમે વધુ તનાવમાં રહો છો તો સોમવારે મૂન સ્ટોન ધારણ કરો. ધ્યાન રહે કે મૂન સ્ટોન ચાંદીના ચેન સાથે ધારણ કરવુ વધુ શુભ માનવામાં આવે છે. એટલુ જ નહી મૂન સ્ટોન સાથે આરોગ્ય સંબંધી સમ્સ્યા પણ દૂર થાય છે. 
 
શનિવારે જળમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવ પર અર્પિત કરો અને ૐ ચંદ્રશેખરાય નમ: મંત્રનો જાપ કરો. આ મંત્રનો 108 વાર જાપ કરો. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી વેપાર સંબંધી તનાવ દૂર થાય છે અને ધનલાભ પણ થાય છે. 
 
શનિવારના દિવસે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દિવો પ્રગટાવો અને ગરીબને ભોજન કરાવો. માન્યતા છે કે આવુ કરવાથી તનાવ દૂર થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વસંત પંચમી પર શા માટે કરાય છે સરસ્વતી પૂજન?વિધિ અને મંત્ર