Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shukrawar Upay- માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે કરો આ ઉપાય

Friday upay
, શુક્રવાર, 22 એપ્રિલ 2022 (00:30 IST)
મા લક્ષ્મીની કૃપા દરેકને જ જોઈતી હોય છે જો માણસને ધનની કમી હોય તો નાનામાં નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે. પરંતુ આ પૈસા કાં તો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, તે બચતા નથી જેને કારણે આર્થિક સ્થિતિ સુધરતી નથી. ત્યારે મા લક્ષ્મીને રિઝવવાનાં અમે આપને કેટલાંક ઉપાય ગણાવીએ છીએ જેનાંથી તમને ક્યારેય આર્થિક તંગી નહીં થાય. 
 
1. ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.
 
2. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.
 
3. શુક્રવારના રોજ  "ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ:"  મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે.
 
4. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.
Friday upay
5. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર પ્રગટાવીને  તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.
 
6. જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે.
 
7. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો.
 
8. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે.
 
9. શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.
Friday upay

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guruwar Upay- ગુરૂવારે કરો આ 10 ઉપાય- બધી પરેશાનીઓ દૂર કરશે ભગવાન વિષ્ણુ