Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Labh Panchami 2025: 26 કે 27 ઓક્ટોબર, ક્યારે છે લાભ પાંચમ ? જાણી લો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

labh pancham
, શુક્રવાર, 24 ઑક્ટોબર 2025 (15:32 IST)
labh pancham
પંચાગ મુજબ લાભ પાંચમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ પર ઉજવાય છે. આ દિવસને સૌભાગ્ય પંચમી કે જ્ઞાન પંચમી ના નામથી ઓળખવામાં આવે છે.  ભારતના મોટાભાગના રાજ્યો ખાસ કરીને ગુજરાતમાં આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.  ચાલો જાણીએ આ વર્ષે લાભ પાચમ ક્યારે ઉજવાશે.  
 
અમદાવાદ  દિવાળીના તહેવારો પછી વેપારીઓ લાંભ પાંચમના દિવસથી પૂજા મુહુર્ત કરીને પોતાનો વેપાર ફરીથી શરૂ કરે છે. જેઓ કોઈ નવો  વેપાર  શરૂ કરવા માંગે છે તેઓ આ દિવસે ઉદ્દઘાટન કરીને શુભ મુહૂર્તમાં પોતાનો વેપાર શરૂ કરે છે. લાભ પાંચમના દિવસે વેપારીઓ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે.  આ દિવસે વહી ખાતાઓ અને લેખા જોખા વગેરેની પૂજા  કરે છે.  એવુ માનવામાં આવે છે કે આ દિવસે વેપાર ઘંઘો શરૂ કરવાથી અને આ દિવસે કરવામા આવેલી પૂજા સાઘકના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે અને તેનો માતાનો આશીર્વાદ મળે છે.  આ દિવસે કોઈ નવુ કામ શરૂ કરવુ શુભ માનવામાં આવે છે.  ચાલો જાણીએ લાભ પાંચમની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત  
 
લાભ પાંચમ શુભ મુહૂર્ત (Labh Panchami Muhurat)
કારતક સુદ પાંચમ તિથિ 26 ઓક્ટોબરના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:48 વાગ્યે શરૂ થાય છે. આ તિથિ 27 ઓક્ટોબરના રોજ સવારે 6:04 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, આ વર્ષે લાભ પાંચમ 26 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન પૂજા માટે શુભ સમય રહેશે
લાભ પાંચમ પૂજા મુહૂર્ત - સવારે 6 વાગીને 29 મિનિટથી સવારે 10 વાગીને 13 મિનિટ સુધી 
 
લાભ પંચમીનું મહત્વ
લાભ પંચમીનો તહેવાર દિવાળી પછી પાંચમા દિવસે આવે છે. આ તિથિ ઉદ્યોગપતિઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસ નવી દુકાન, વ્યવસાય અથવા કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વધુમાં, લાભ પંચમીના દિવસે નવા હિસાબ-કિતાબ ખોલવાને પણ શુભ માનવામાં આવે છે.
 
આ દિવસે, નવા ખાતાવહીઓ પર શુભ લાભ અને સ્વસ્તિકના ચિહ્નો લગાવીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ પણ કરે છે. એવું માનવામાં આવે છે કે આનાથી આગામી વર્ષમાં વ્યવસાયમાં વૃદ્ધિ થવાની સંભાવના રહે છે. લાભ પંચમીની પૂજા કરવાથી વ્યવસાયમાં પ્રગતિ, સૌભાગ્ય, પરિવારમાં શાંતિ અને સુખ અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.
 
લાભ પાંચમની પૂજા વિધિ 
- લાભ પાંચમના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારી લો 
-  ત્યારબાદ સૂર્ય દેવને અર્ઘ્ય આપો 
-  પછી પૂજા સ્થળ પર ભગવાન ગણેશ, શિવજી અને દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો 
- ગણેશજીની ચંદન, સિંદૂર, ફુલ અને દુર્વા વગેરે  અર્પિત કરો.
- ભગવાન શિવની પૂજામાં બિલિપત્ર ઘતૂરાના ફુલ અને સફેદ વસ્ત્ર અર્પિત કરો. 
- લક્ષ્મીનીજીની પૂજામાં હલવા અને પુરીનો ભોગ લગાવો
- સમૃદ્ધિ અને સફળતાની પ્રાર્થના કરો.  
- છેવટે આરતી કરો અને બધાને પૂજાનો પ્રસાદ વહેચો  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chhath Puja 2025: ચાર દિવસની છઠ પૂજા ક્યારે શરૂ થશે? નોંધી લો નહાય-ખાય, ખરણા અને અર્ઘ્ય સુધીની તારીખ