Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kharmas 2021- શા માટે અશુભ ગણાય છે ખરમાસનો મહીનો? જાણો શું છે સૂર્યદેવથી કનેક્શન

Kharmaas 2021
, શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (14:28 IST)
ખરમાસ 2021- માર્ગશીર્ષ શુક્લ પક્ષની ત્રયોદશી 16 ડિસેમ્બર 2021 દિવસ ગુરૂવારને દિવસે 2.27 વાગ્યે ગ્રહોમાં રાજાની પદવે મેળવેલ સૂર્યદેવ ગોચરીય સંચરણ મૂળ નક્ષત્ર અને ધનુ રાશિમાં શરૂ થશે. તેની સાથે જ વર્ષ 2021નો ખરમાસ પણ શરૂ થઈ જશે. આ મહીનામાં કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય કરવુ વર્જિત ગણાય છે. 
તમને જણાવીએ કે સૂર્યના ધનુ રાશિમાં આગમન કરવાથી ખરમાસની શરૂઆત હોય છે. હમેશા જ સનાતન ધર્મમાં ખરમાસનો તેમનો જ એક મહત્વ હોય છે. ખરમાસના મહીનામાં લગ્ન, મુંડન, જનેઉ સંસ્કાર જેવા શુભ કાર્ય નહી કરાય છે. 
 
બ્રહ્મંડની પરિક્રમા કરે છે સૂર્યદેવ 
ગ્રંથો મુજબ સૂર્યદેવ બ્રહ્માંડની પરિક્રમા કરે છે અને આ દરમિયાન તે ક્યાં પણ રોકાતા નથી. એટલે કે સૂર્યદેવ પ્રકૃતિના અધીન થઈને કાર્ય કરે છે આ કારણ છે કે સૂરય્દેવ પરિક્રમાના દરમિયાન રોકાઈ શકતા નથી જો તે રોકાઈ જાય તો આખુ બ્રહ્માંડ જ રોકાઈ જશે. 
 
કથા મુજબ જ્યારે સતત પરિક્રમા કરતા-કરતા સૂર્યદેવના રથના ઘોડા થાકી જાય છે તો તે તેમના ઘોડાઓને થાકેલો જોઈ સૂર્યદેવને દયા આવી જાય છે અને તે એક તળાવની પાસે જાય છે પણ ત્યાર તેમને પરિક્રમાની વાત યાદ આવી જાય છે જે રોકાવી જોઈએ નહી. તેથી તે તેમના ઘોડાને તે તળાવની પાસે છોડીને ખરને રથથી બાંધીન લઈ જાય છે. 
 
જ્યારે ખરની ગતિ ધીરે થઈ ગઈ તો કોઈ રીતે આ મહીનાનો ચક્રને પૂર્ણ કરવુ પડે છે ત્યારે તે ફરીથી ઘોડાને બાંધીને પરિક્રમા શરૂ કરે છે. કારણ છે કે તેને ખરમાસ પણ કહેવાય છે. 
 
આધ્યાત્મિક કાર્યમાં લગાવવુ મન 
જ્યારે પણ સૂર્ય ગુરૂની રાશિમાં આવે છે તો આ સમયે સાંસારિક કાર્યથી મન હટાવીને આધ્યાત્મિક કાર્યની તરફ જવુ જોઈએ. ગુરૂ અને સૂર્ય મિત્ર ગ્રહ હોય છે તેથી જેટલુ બને આ દરમિયાન પૂજા પાઠ વગેરે કરવું જોઈએ. 
 
મકર સંક્રાતિથી શરૂ થશે શુભ કાર્ય 
આ મહીનામાં લગ્ન, ગૃહ પ્રવેશ, સગાઈ, મુંડન, નામકરણ યજ્ઞ, સંસ્કાર નહી કરાય છે. પણ મકર સંક્રાતિની સાથે જ બધા શુભ કાર્ય ફરીથી શરૂ થઈ જાય છે. 
 
જાણો કયા મહિનામાં લગ્ન મુહૂર્ત છે
જાન્યુઆરી 16, 21, 22, 23, 24 અને 25, 27
ફેબ્રુઆરી - 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22
માર્ચ - 4 અને 9 માર્ચ લગ્ન માટે શુભ સમય છે. આ પછી હોલાષ્ટક શરૂ થશે
14 એપ્રિલથી 27 એપ્રિલ સુધી લગ્ન
મે - અક્ષય તૃતીયાની સાથે સાથે લગ્ન માટે પણ શુભ મુહૂર્ત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સત્યનારાયણની આરતી