Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કરવાચૌથ પર પ્રેગ્નેંટ મહિલાઓ આ રીતે રાખે પોતાનુ ધ્યાન

કરવાચૌથ પર પ્રેગ્નેંટ મહિલાઓ આ રીતે રાખે પોતાનુ ધ્યાન
, શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (09:21 IST)
કરવા ચોથનું વ્રત છે. આં સુહાગન મહિલાઓ પોતાના પતિની લાંબી વય અને એમની સલામતી માટે વ્રત રાખે છે. આ વ્રતમાં મહિલાઓને આખો દિવસ ખાધા પીધા વગર રહેવું પડે છે. ગર્ભવતી મહિલાઓને વ્રત રાખવામાં થોડી-ઘણી પરેશાની થાય છે. એવામાં ડાક્ટરની સલાહ લઈને જ એમણે વ્રત રાખવું જોઈએ. જો પ્રેગ્નેંટ મહિલા વ્રત રાખી રહી છે તો એને એમના આરોગ્યનું પૂરૂ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને કેટલીક વાતો જણાવી રહ્યા છે જે પ્રેગ્નેંટ મહિલાઓએ ધ્યાનમાં રાખવી જોઈએ. 
1. સવારે સરગીમાં એવું ભોજન કરો જે લાંબા સમય સુધી પેટમાં રહે કે જેનાથી તમારું પેટ ભરેલું રહે. 
 
2. પ્રેગ્નેંટ મહિલાઓ આ દિવસે કોઈ કામ ન કરે. વધુથી વધુ આરામ કરવો.  કામ કરવાથી નબળાઈ અનુભવ થશે. 
 
3. પરિવારના સાથે સમય પસાર કરો. એનાથી તમને સારો અનુભવ થશે. 
 
4. વ્રત ખોલતા એકદમ વધારે ન ખાવું કારણ કે આવું કરવાથી પેટમાં ગૈસ થઈ જાય છે. 
 
5. જો વ્રતમાં ચક્કર આવે અને ઉલ્ટી થઈ રહી હોય તો તરત ડાક્ટર પાસે જવું. 
 
6. પ્રેગ્નેંસીના છેલ્લા ત્રણ મહિનામાં કરવા ચોથનું વ્રત ન રાખવુ.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2019 kalash Sthapna muhurat : આ શારદીય નવરાત્રિમાં ક્યારે કરશો ઘટસ્થાપના, જાણો શુભ મુહુર્ત