Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગોરમાંનું વ્રત અને જયા પાર્વતી વ્રત (જયા પાર્વતી વ્રત કથા વીડિયો)

ગોરમાંનો વર કેસરીયો નદીએ ન્હાવા જાય રે....

ગોરમાંનું વ્રત અને જયા પાર્વતી વ્રત (જયા પાર્વતી વ્રત કથા વીડિયો)
, શનિવાર, 1 જુલાઈ 2017 (14:00 IST)
આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતિઓ આખી રાત્રીનું જાગરણ કરે છે અને વહેલી સવાર સુધી જાગરણ કરીને સવારે બ્રાહ્મણ કે સાધુના ઘરે ભોજનની વસ્‍તુ સાથેનું ‘સીધુ'' આપીને વ્રત પૂર્ણ કરે છે.
 
જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મળવે છે. આ વ્રત અષાઢ  સુદ તેરશથી  અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. આપણાં શાસ્ત્રોમાં બાળકોમાં
નાનપણથી જ સંસ્કારનું ચિંતન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલાં છે. વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ  જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ પાંચ દિવસનું હોય છે. સૌભાગ્યવતી બહેનો તેરશને દિવસે વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત ૨૦ વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા.  જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
 
જે બલિકા, કુંવારિકાને ખૂબ સંસ્કારી તથા ચારિત્ર્યવાન પતિ જોઈતો હોય તે બાલિકા કે કુંવારિકા ખૂબ શ્રદ્ધાથી શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત કરે તો તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે. મા પાર્વતી તેનું સદૈવ કલ્યાણ કરે છે
 
મોળાકતમાં સાત ધાનના જવારા પુજનનું મહત્‍વ
 
 આ વ્રતમાં કુમારીકાઓ માટીના કે અન્‍ય કોઇ વાસણમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા સહિત સાત ધાનનું વિશેષ મહત્‍વ હોવાથી તેના જુવારા બનાવે છે અને આ જુવારાનું પુજન-અર્ચન કરીને મોળાકત વ્રત રાખે છે
 
આ વ્રતની કથા 
 
કોઈ સમયે કૌડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો. તેની સર્વગુણ સંપન્ન પત્નીનું નામ સત્યા હતું. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા. એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા. તેમને નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે, તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગરૂપમાં વિરાજિત છે. તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે.
 
ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરી. આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંસી લીધો અને તે જંગલમાં પડી ગયો. બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્ની તેને શોધવા નિકળી. પતિને બેહોશ સ્થિતિમાં જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું.
 
બ્રાહ્મણીની કરુણ અવાજ સાંભળી વનદેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું, જેનાથી બ્રાહ્મણ બેઠો થયો. ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી. ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપ તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.
 
આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારનાં ધાન્યનાં બી ઘરે કોડિયામાં માટી ભરી વાવવામાં આવે છે.આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે. ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી, વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવ છે. આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને માં પાર્વતી ની પૂજા કરે છે. ભોજનમાં ફક્ત મીઠા(salt)વગર ની વસ્તુઓ ખાવા માં આવે છે.
 
*આપણી વિરાટ હિંદુ સંસ્કૃતિ માં ઘણા વ્રત આવેલ છે, ઘણી વાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક આધાર હોઈ છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Guru purnima- રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો(see video)