Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ મળશે સફળતા

Hartalika Teej Upay: કેવડાત્રીજના દિવસે જરૂર કરો આ ઉપાય, દાંપત્ય જીવન રહેશે ખુશહાલ, જીવનસાથીને પણ  મળશે સફળતા
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (13:00 IST)
Hartalika Teej 2024 Upay: આજે કેવડાત્રીજનુ વ્રત કરવામાં આવશે. કેવડાત્રીજને ગૌરી તૃતીયા વ્રત કે હરતાલિકા વ્રત પણ કહેવાય છે. હરતાલિકા ત્રીજ વ્રત કન્યાઓ દ્વારા સારા પતિની પ્રાપ્તિ માટે અને પરણેલી સ્ત્રીઓ પોતાના સૌભાગ્યમાં વધારો કરવા માટે કરે છે.  એવી માન્યતા છે કે આ વ્રતને સૌથી પહેલા માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિને રૂપમાં મેળવવા માટે કર્યો હતો. તેથી આજે પોતાના સુખ-સૌભાગ્યમાં વધારો કરવા માટે અને એક સારા પતિની પ્રાપ્તિ માટે માતા ગૌરી અને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. આ વ્રત દરમિયાન સૌભાગ્યવતી મહિલાઓ લાલ  વસ્ત્ર પહેરીને મેહંદી લગાવીને સોળ શૃંગાર કરે છે અને શિવ-પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરે છે. માતા પાર્વતી અને શિવજીને ખુશ કરવા માટે જો પૂજા સાથે જ તેમના નામે કેટલાક ઉપાયો આજે કરી લેવામાં આવે તો તમારા અનેક કામ બની શકે છે અને તમારી ખુશહાલીને ચાર ચાંદ લાગી શકે છે. તો આવો જાણીએ આજે તમારે કયા ઉપાયો કરવા જોઈએ.  
 
1. જો તમે તમારુ દાંપત્ય જીવન ખુશહાલ બનાવવા માંગો છો અને જીવનસાથી સાથે તમારા સંબંધોને મજબૂત કરવા માંગો છો તો આજે શિવલિંગ પર કાચુ દૂધ ભેળવેલ જળ ચઢાવવાની સાથે જ માથા પર કંકુનુ તિલક પણ લગાવો. 
 
2. જો તમે તમારા જીવનસાથીને આર્થિક રૂપથી સ્ટ્રોંગ જોવા માંગો છો તો આજે ભગવાન શિવને નમસ્કાર કરીને તેમને આંકડાના 5 ફૂલ ચઢાવીને શિવ ચાલીસાનો પાઠ કરો. 
 
3. જો તમે તમારા જીવનમાં અક્ષય ફળોની પ્રાપ્તિ ઈચ્છો છો તમારા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રોગ્રેસ ઈચ્છો છો તો કોઈ ગરીબને અનાજ ભેટ કરવાની સાથે જ શિવજીના આ મંત્રનો જાપ કરો. મંત્ર છે ૐ નમ: શિવાય. 
 
 
4. જો તમે તમારા શરીરને તંદુરસ્ત બનાવી રાખવા માંગો છો તો આજે શિવલિંગ પર શુદ્ધ જળ ચઢાવવાની સાથે જ શિવજીને નારિયળથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. સાથે જ 11 વાર ૐ શબ્દનો ઉચ્ચાર કરો. 
 
5. જો તમે તમારા કોઈ કામમાં પૂરી રીતે સફળતા મેળવવા માંગો છો તો આજે દૂધ, દહી, મઘ, ગંગાજળ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને તેનાથી ભગવાન શિવને ભોગ લગાવો અને તેમાથી થોડો ભોગ બચાવીને રાખી લો.   બચેલો ભોગ કોઈ ગાયના વાછરડા કે કોઈ બળદને ખવડાવી દો. 
 
6. જો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પરેશાની આવી રહી છે તો તે નો હલ મેળવવા માટે આજે પાણીમાં ગંગાજળ સાથે કેસર પણ નાખો અને થોડી થોડી માત્રામાં 7 વાર શિવલિંગ પર અર્પિત કરો. 
 
7. જો તમારા જીવનસાથીનુ કોઈ મહત્વપૂર્ણ કામ ખૂબ દિવસોથી અટકેલુ છે તો આજે સાંજે તમારી કામના પૂર્તિ માટે શિવ મંદિરમાં તેલનો એક દિવો પ્રગટાવ્યા બાદ 11 વાર ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. 
 
8. જો તમને બિઝનેસ ડીલ ફાઈનલ કરવામાં કોઈ પ્રકારની પરેશાની આવી રહી છે તો આજે શિવ-શંભુનુ નામ લેતા બિલિ વૃક્ષના થડ પર થોડુ ગાયનુ દેશી ઘી પણ ચઢાવો. સાથે જ બે હાથ જોડીને બિલિ વૃક્ષને પ્રણામ કરો. 
 
9. જો તમે તમારા નસીબનો સિતારો ચમકાવવા માંગો છો તો આજે શિવ મંદિરમાં બિલ પત્રોની માળા ચઢાવવાની સાથે જ પ્રસાદના રૂપમાં ભગવાનને કેળાનુ ફળ અર્પિત કરો. 
 
10. જો તમે તમારા સંતાનનો પ્રોગ્રેસ ઈચ્છો છો અને તેના ભવિષ્યને ખુશહાલ જોવા માંગો છો તો આજે 11 બિલિ પત્ર લઈને સ્વચ્છ પાણીથી ધોઈને તેના પર કંકુથી તિલક લગાવીને શિવલિંગ પર ચઢાવો અનેન દરેક બિલિ પત્ર ચઢાવતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરો.. મંત્ર છે ૐ ભૂર્ભુવ સ્વ: તત સર્વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત.   
 
11. જો તમારા વિવાહિત જીવનમાં મધુરતા ઓછી થઈ ગઈ હોય તો મધુરતા વધારવા માટે કેળાના ટુકડાને મધમાં બોળીને શિવલિંગ પર ચઢાવો.
 
12. જો તમારા પુત્ર કે પુત્રી માટે સંબંધો આવી રહ્યા છે, પરંતુ તમને જોઈએ એવા માંગા નથી આવી રહ્યા તો આજે પાણીમાં કાચું દૂધ મિક્સ કરીને શિવલિંગ અને મા ગૌરીને અર્પણ કરો. ગાયને લીલો ચારો પણ ખવડાવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા