Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Ravidas Jayanti : સંત રવિવાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા
, બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (05:38 IST)
Guru Ravidas Jayanti  હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 12 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા. તેમની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભજન અને કીર્તન ગાઈને તેમને યાદ કરવામાં આવે છે. તેઓ સંત રવિદાસ, ગુરુ રવિદાસ, રૈદાસ અને રોહિદાસ જેવા ઘણા નામોથી જાણીતા છે. સંત રવિદાસે લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના એકબીજાને પ્રેમ કરવાનું શીખવ્યું અને આ રીતે તેઓ ભક્તિના માર્ગે ચાલીને તેઓ  સંત રવિદાસ તરીકે ઓળખાયા.
 
સંત રવિદાસની જન્મજયંતિ પર તેમના દ્વારા અપાયેલા આપેલા અણમોલ વચન વાંચો, આ જીવન જીવવાનો યોગ્ય માર્ગ બતાવે છે  
 
ભગવાન એ હ્રદયમાં વસે છે જેના મનમાં કોઈના પ્રત્યે વેરભાવ નથી, કોઈ લાલચ  કે દ્વેષ નથી.
 
 
જોરદાર પવનને કારણે સમુદ્રના મોજાઓ ઉછળીને સમુદ્રમાં જ ભળી જાય છે, તેમનું કોઈ અલગ અસ્તિત્વ નથી હોતું. ઈશ્વર વિના મનુષ્યનું અસ્તિત્વ જ નથી.
 
જે બ્રાહ્મણ ગુણોથી રહિત હોય તેની પૂજા ન કરો.
ચાંડાલના ચરણોમાં ગમે તેટલા ગુણ હોય તેની પૂજા કરો.
 
કાર્ય કરવું એ આપણો ધર્મ છે, પરિણામ મેળવવું એ આપણું સૌભાગ્ય છે
 
સબ ચંગા તો કઠરોટ મેં ગંગા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Magh Purnima 2025: માઘ પૂર્ણિમા પર આ વસ્તુઓ દાન કરવાથી મળે છે પુણ્યફળ