Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Hindu Dharma - ગાયત્રી મંત્રનો અર્થ

Hindu Dharma  - ગાયત્રી મંત્રનો અર્થ
, રવિવાર, 3 ઑક્ટોબર 2021 (14:41 IST)
ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).
 
એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે.
 
1. ઈશ્વરના પ્રાણવાન, દુ:ખ રહિત, આનંદ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણ સંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનું તાત્પર્ય એ છે કે આ જ ગુણોને આપણે પોતાની અંદર લાવીએ. આપણા વિચાર અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપર્યુક્ત વિશેષતાઓ આપણા વ્યાવહારીક જીવનમાં પરિલક્ષિત થવા લાગે. આ રીતની વિચારધારા, કાર્ય પધ્ધતિ તેમજ અનુભૂતિ મનુષ્યની આત્મિક અને ભૌતિક સ્થિતિને દિવસે દિવસે સમુન્નત બનાવતી જાય છે.
 
2. ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય ગુણ સંપન્ન પરમાત્માને સંસારના કણ કણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય તેવો અનુભવ કરે છે.
 
3. મંત્રના ત્રીજા ભાગમાં સદબુધ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુદ્ધિને સન્માર્ગ પર પ્રેરિત કરી દો. કેમકે આ એક એવી મહાન ભગવાનની કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ સમૃધ્ધિ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.
 
ગાયત્રી માતાની શિક્ષા છે કે બુધ્ધિને સાત્વિક બનાવો, આર્દશોને ઉંચા રાખો, ઉચ્ચ દાર્શનિક વિચારધારામાં રમણ કરો અને તુચ્છ તૃષ્ણાઓ તેમજ વાસનાઓ માટે આપણને નચાવનાર કુબુધ્ધિને માંસ લોકમાંથી બહિષ્કૃત કરી દો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ravivar Upay- માતા લક્ષ્મીની કૃપા મેળવવા રવિવારે જરૂર કરો આ સરળ ઉપાય