Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કેવી રીતે કરવું સંકષ્ટી ચતુર્થી પર વ્રત પૂજન, જાણો

કેવી રીતે કરવું સંકષ્ટી ચતુર્થી પર વ્રત પૂજન, જાણો
, ગુરુવાર, 3 મે 2018 (00:29 IST)
જીવનના બધા કષ્ટના નિવારણ કરનારી સંકષ્ટી ગણેશ ચતુર્થીનો હિન્દ્ય ધર્મમાં ખૂબ મહત્વ છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદયથી ચન્દ્રોદય થતા સુધી ઉપવાસ રાખવાનો નિયમ છે. કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવ્વાન ગણેશની આરાધના સુખ સૌભાગ્યની દ્ર્ષ્ટિથી શ્રેષ્ઠ છે, જાણૉ 
 
કેવી રીતે કરીએ આ વ્રત: 
 
કેવી રીતે વર્ષભરના દરેક માસની ગણેશ ચતુર્થીનો પૂજન, શું કરવું દાન જાણો.. 
કેવી રીતે કરીએ સંકષ્ટી ગણેશ ચતુર્થી 
 
*ચતુર્થીના દિવસે સવારે સ્નાન વગેરેથી નિવૃત થઈને સાફ કપડા પહેરવું. 
* શ્રીગણેશની પૂજા કરતા સમયે મોઢું પૂર્વ દિશાકે ઉત્તર દિશાની તરફ રાખવું. 
* પછી સાફ આસન પર બેસીને ભગવાન ગણેશનો પૂજન કરવું. 
* ફળ, ફૂલ, અક્ષત, નાડાછડી પંચામૃત વગેરેથી શ્રીગણેશના સ્નાન કરીને વિધિથી પૂજા કરવી. 
* ગણેશ પૂજનના સમયે ધૂપ-દીપ વગેરેથી શ્રીગણેશની આરાધના કરવી. 
* શ્રીગણેશને તલથી બનેલી વસ્તુઓ લાડુ કે મોદકનો ભોગ લગાડો.  ॐ સિદ્ધ બુદ્ધિ સાથે મહાગણપતિ તમને નમસ્કાર છે. ભોગમાં મોદક અને ફળ વગેરે અર્પિત કરવું. 
* સાંજે વ્રતકરનાર સંકષ્ટી ચતુર્થીની કથા વાંચો અને સાંભળૉ અને સંભળાવો. 
* ચતુર્થીના દિવસે વ્રત-ઉપવાસ રાખી ચન્દ્ર દર્શન કરી ગણેશ પૂજન કરો. 
* પછી ગણેશની આરતી કરો. 
મોનિકા સાહૂ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી વ્રત તહેવાર - મે ૨૦૧૮