શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે શનિવારે તેલની ખરીદી કરવી નહીં. તે ઉપરાંત પણ શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી. આજે અમે તમને કેટલીક એવી માન્યતાઓ વિશે જણાવીએ છીએ કે જેનું ધ્યાન તમે રાખશો તો શનિદેવ તમારાથી ક્યારેય નારાજ નહીં થાય.
સરસિયાનું તેલ
શનિવારે સરસિયાના તેલની ખરીદી ના કરો. આ દિવસે તેલનું દાન કરવુ જોઇએ ના કે ખરીદવું જોઇએ.
લોખંડનો સામાન
શનિવારે લોખંડથી બનેલ સામાન કયારેય ખરીદવો નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારે લોખંડનો સામાન ખરીદવાથી શનિદેવ નારાજ થઇ જાય છે. લોખંડનો સામાન ખરીદવાની જગ્યાએ લોખંડથી બનેલ વસ્તુઓ દાન કરવી જોઇએ. જેનાથી શનિદેવની કૃપા રહે.
મીઠુ
જો મીઠાની ખરીદી કરવી જ હોય તો પણ શનિવારના દિવસે ના કરો. માનવામાં આવે છે કે શનિવારે મીઠાની ખરીદી કરવાથી ઘરમાં દેવુ આવે છે.
નોનવેજ-દારૂ
શનિવારના દિવસે નોનવેજ-દારૂનું સેવન કરવું નહી. ભુલીને પણ આ વસ્તુનો ઉપયોગ કરશો નહી. જો આ વસ્તુઓનો ઉપયોગ શનિવારે કર્યો તો શનિદેવ તમારા પર ગુસ્સે થશે.
મસુરની દાળ
શનિવારના દિવસે મસુરની દાળ ખાશો નહી. કારણ કે મસુર સૂર્ય અને મંગળથી સંબંધિત છે તથા શનિનો તેની સાથે શત્રુવત સંબંધ છે. શનિવારે મસુરની દાળ ખાવાથી શનિ ઉગ્ર બને છે.