Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Dev Diwali 2023: ક્યારે છે દેવ દિવાળી ? જાણો તિથિ અને મહત્વ

dev  diwali
, ગુરુવાર, 23 નવેમ્બર 2023 (15:30 IST)
dev diwali
 - દેવ દિવાળીનુ સનાતન ધર્મમાં ખૂબ મહત્વ છે 
 - દેવ દિવાળીને લોકો ખરાબ પર સારાની જીતના રૂપમાં ઉજવે છે. 
 - દેવ દિવાળીને રોશનીના તહેવારના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 
 
 
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.  આ વર્ષે આ 27 નવેમ્બર 2023ના રોજ ઉજવાશે. 
 
દેવ દિવાળી તારીખ અને સમય 
પૂર્ણિમા તિથિ શરૂ - 26 નવેમ્બર 2023 - 03.53 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 27 નવેમ્બર 2023 - 02.45 
 
દેવ દિવાળી મુહૂર્ત - સાંજે 05.08 વાગ્યાથી સાંજે 07:47 વાગ્યા સુધી 
 
શિવ મંત્ર 
 
ૐ નમ શિવાય 
 
ૐ શંકરાય નમ: 
 
ૐ મહાદેવાય નમ: 
 
ૐ શ્રી રૂદ્રાય નમ:
 
ૐ મહેશ્વરાય નમ:
 
ૐ શ્રી રૂદ્રાય નમ: 
 
ૐ નીલ કંઠાય નમ:
 
 દેવ દિવાળીનુ મહત્વ - દેવ દિવાળીનુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ પર્વને લોકો બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમાં ઉજવે છે. ધાર્મિક માન્યતાઓના મુજબ ભગવાન શિવે આ દિવસે રાક્ષસ ત્રિપુરાસુરને હરાવ્યો હતો. શિવજીની જીતનો જશ્ન મનાવવા બધા દેવી દેવતા તીર્થ સ્થળ વારાણસી પહોચ્યા હતા. જ્યા તેમણે લાખો માટીના દિવા બનાવ્યા. તેથી આ તહેવારને પ્રકાશ ના તહેવારના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. 
 
આ શુભ દિવસ પર ગંગા ઘાટ પર ઉત્સવ ઉજવવામાં આવે છે અને મોટી સંખ્યામાં તીર્થ યાત્રી દેવ દિવાળી ઉજવવા માટે આ સ્થાન પર આવે છે અને દિવો પ્રગટાવીને ગંગા નદીમાં છોડી દે છે. 
 
Edited by - Kalyani Deshmukh 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવઉઠી એકાદશી પર શું કરવું, શું ન કરવું