Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચંપા ષષ્ઠી -કાર્તિકેયની પૂજાનુ ખાસ મહત્વ, કરો આ 5 ઉપાય

shiv pariwar
, સોમવાર, 18 ડિસેમ્બર 2023 (08:07 IST)
ચંપા ષષ્ઠી -  હિન્દુ ધર્મમાં દરેક દિવસ અને વિશેષ તિથિયો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત રહે છે.  આ દિવસોમાં વિશેષ પૂજન કરવાથી ઈચ્છાઓને પૂરી કરી શકાય છે. સદીયોથી શિવ પરિવાર ભારતીય સંસ્કૃતિ અને પરિવાર પ્રથાને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આ પરિવારના બધા સભ્ય દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષની ષષ્ઠીને ચંપા છઠના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે કુમાર કાર્તિકેયની પૂજાનુ વિશેષ મહત્વ છે. 
 
ચંપા ષષ્ઠીના દિવસે સાંજે કરો આ ઉપાય
- સંતાન પ્રાપ્તિ અને બાળકોની રક્ષા માટે કાર્તિકેયને ખીરનો ભોગ લગાવીને ગરીબ બાળકોને વહેંચી દો. 
- સંતાન વિહોણી મહિલા આજે થોડો સત્તૂ ચારરસ્તા પર મુકીને આવે. જલ્દી પારણું બંધાશે. 
- કોર્ટ કેસમાં જીત મેળવવા માંગો છો તો સાંજે કાર્તિકેયના સ્વરૂપ પર 6 દીવા અર્પિત કરો. 
- કાર્તિકેય પર ભૂરા ફૂલ ચઢાવો. પછી આ ફૂલોને પોતાની તિજોરીમાં મુકો. આવુ કરવાથી હંમેશા ધનની બરકત રહેશે. 
- ભૂરો દોરો કાર્તિકેય પર ચઢાવીને પોતાના બાજુબંધ પર બાંધવાથી તેજ વધે છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. 
(Edited BY-Monica Sahu)   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha