Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Buddha Purnima Wishes
, સોમવાર, 12 મે 2025 (13:38 IST)
buddh purnima
Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા ભારતનુ મુખ્ય પર્વ છે.  જેને દર વર્ષે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.  આ વખતે 12 મે 2025 ના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય  રહી છે.  આ દિવસ મુખ્ય રૂપથી ભગવાન બુદ્ધનુ સ્મરણ અને પૂજા-પાઠ, હવન અને દાન-દક્ષિણા જેવા પુણ્ય કાર્ય કરવામાં આવે છે.  
 
પૌરાણિક કથા મુજબ બુદ્ધ પૂર્ણિમા પર  ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો.  ખાસ વાત એ છે કે આ દિવસે તેમને જ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થયો હતો. આવી સ્થિતિમાં, આ દિવસ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ખાસ છે. તમને જણાવી દઈએ કે, ભગવાન ગૌતમ બુદ્ધને આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે, તેમણે હંમેશા દરેકને કરુણા અને સહિષ્ણુતાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી છે, તેથી આ દિવસને શાંતિ અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે.
 
ધાર્મિક ગ્રંથો અનુસાર, બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમા અવતાર છે, તેથી આ દિવસે ભગવાન બુદ્ધ તેમજ શ્રી હરિનું ધ્યાન કરવામાં આવે છે. તેના પ્રભાવથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સમય દરમિયાન, દરેકને બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ, સંબંધોમાં વિશ્વાસ અને જીવનમાં સકારાત્મકતા લાવે. આવી સ્થિતિમાં, તમે આ સંદેશાઓ દ્વારા દરેકને આ દિવસની શુભેચ્છા પાઠવી શકો છો.
 
બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર પર 
સૌના મનને શાંતિ મળે 
દરેક દિવસ મનમાં ખુશીઓ ખીલે 
બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ 
 
સુખ, શાંતિ અને સમાઘાન 
શ્રદ્ધા અને અહિંસાના દૂતને 
આજ દિલથી પ્રણામ 
બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા 
 
બુદ્ધં શરણં ગચ્છામિ 
ઘમ્મં શરણં ગચ્છામિ 
સંઘ શરણં ગચ્છામિ 
બુદ્ધ પૂર્ણિમાની શુભકાનનાઓ 
 
જ્ઞાનમાં છે અસીમ શાંતિ 
સદા રહે પ્રભુ નુ ધ્યાન 
આ જ કહે છે બુદ્ધની પાતી 
બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ  
 
દિલમા નેક ખ્યાલ રહે 
અને હોઠો પર સાચા બોલ 
બુદ્ધ પૂર્ણિમાના અવસર પર 
તમને શાંતિ મળે અણમોલ 
બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ 
 
અવસર આવ્યો શાંતિનો 
આવ્યો છે પ્રેમનો  તહેવાર 
જેણે આપ્યો સંદેશ શાંતિનો 
એવા ભગવાનનો આજે છે તહેવાર 
બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ  
 
બુદ્ધના ધ્યાનમાં મગન છે 
સૌના દિલમાં શાંતિનો વાસ છે 
ત્યારે તો આ બુદ્ધ પૂર્ણિમા 
સૌને માટે આટલી ખાસ છે 
બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે