Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બંગડી, ઝાંઝર અને વીંછીયો ફક્ત સુહાગની નિશાની જ નથી, આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને નવાઈ પામશો

બંગડી, ઝાંઝર અને વીંછીયો ફક્ત સુહાગની નિશાની જ નથી, આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને નવાઈ પામશો
, મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (12:29 IST)
સ્ત્રી અને પુરૂષ એક બીજાના પૂરક છે. પણ પ્રકૃતિએ બંનેના સ્વરૂપ જુદા બનાવ્યા છે. સ્ત્રી મનથી તનથી  પુરૂષથી ભિન્ન છે.  સ્ત્રી સંવેદનશીલ હોય છે. તુલનાત્મક રૂપે પુરૂષ કઠોર. બાહ્ય સ્વરૂપના હિસાબથી પણ તેમની પ્રકૃતિ ભિન્ન છે. તેમની અંદર હારમોંસના ઉતાર ચઢાવનો ખૂબ વધુ પ્રભાવ હોય છે. 
 
પ્રાચીન ઋષિયોએ કેટલાક આવા સાધન નિર્મિત કર્યા જેમા તેમના મન અને સ્વાસ્થ્યની રક્ષા થઈ શકે. પચલન વધતા તેમને સુંદર ઘરેણાનુ રૂપ મળવા લાગ્યુ અને આ નિયમપૂર્વક પહેરવામાં આવ્યા. આવો જાણીએ શુ છે ફાયદા આ આભૂષણના..

- સુવર્ણ આભૂષણ ગરમી અને ચાંદીના ઘરેણા ઠંડીની અસર કરે છે.  કમરની ઉપરના અંગમા સોનાના ઘરેણા અને કમરની નીચેના ભાગમાં ચાંદીના આભૂષણ પહેરવા જોઈએ. આ નિયમ શરીરમાં ગરમી અને શીતળતાનુ સંતુલન બનાવી રાખે છે. 
webdunia
બંગડી પહેરવાના ફાયદા 
 
બંગડી હાથના કાંડા સાથે ઘર્ષણ થઈને હાથમાં રક્ત સંચાર વધારે છે. આ ઘર્ષણ ઉર્જા પણ પેદા કરે છે. જે થાકને જલ્દી હાવી થવા દેતો નથી. 
 
- કાંડામાં ઘરેણા પહેરવાથી શ્વાસ રોગ, હ્રદય રોગની શક્યતા ઘટે છે. બંગડી માનસિક સંતુલન બનાવવામાં સહાયક છે. 
 
- તૂટેલી કે ચટકેલી બંગડી ન પહેરવી જોઈએ. તેનાથી નકારાત્મ્ક ઉર્જા વધે છે. 
 
- લાલ રંગ અને લીલા રંગની બંગડીઓ સૌથી વધુ અસર કરનારી માનવામાં આવે છે. 
webdunia

 
 
વિંછીયો પહેરવાના ફાયદા 
 
પરણેલી સ્ત્રીઓ પગમાં વચ્ચેની 3 આંગળીમાં વિંછીયો પહેરે છે. આ ઘરેણુ ફક્ત સાજ શ્રૃંગારની વસ્તુ નથી. બંને પગમાં વીંછીયો પહેરવાથી મહિલાઓનુ હાર્મોનલ સિસ્ટમ યોગ્ય રૂપે કાર્ય કરે છે. વિંછિયો પહેરવાથી થાઈરોઈડની શક્યતા ઓછી થઈ જાય છે. 
 
- વિંછીઇયો એક્યૂપ્રેશર ઉપચાર પદ્ધતિ પર કાર્ય કરે છે. જેમાથી શરીરના નીચલા અંગના તંત્રિકા તંત્ર અને માંસપેશિયો સબળ રહે છે. 
 
- વિંછીયો એક ખાસ નસ પર પ્રેશર બનાવે છે. જે ગર્ભાશયમાં સમુચિત રક્તસંચાર પ્રવાહિત કરે છે. આ રીતે વિંછીયો સ્ત્રીઓની ગર્ભધારણ ક્ષમતાને સ્વસ્થ રાખે છે. 
- માછલીની આકારની વિંછીયો સૌથી વધુ અસરદાર માનવામાં આવે છે. માછલીનો આકાર મતલબ વચ્ચે ગોળાકાર અને આગળ-પાછળ થોડી અણીદાર જેવી. 
webdunia
ઝાંઝર પહેરવાના ફાયદા
 
-ઝાંઝર પગમાંથી નીકળનારી શારીરિક વિદ્યુત ઉર્જાને શરીરમાં સંરક્ષિત રાખે છે. 
- ઝાંઝર સ્ત્રીઓના પેટ અને નીચલા અંગમાં વસા (ફેટ) વધવાની ગતિને રોકે છે 
- વસ્તુ મુજબ ઝાંઝરની છનક નેગેટિવ ઉર્જાને દૂર કરે છે. 
- ચાંદીની ઝાંઝર પગ સાથે ઘર્ષણ કરીને પગના હાડકાને મજબૂત બનાવે છે. 
 
- પગમાં ઝાંઝર પહેરવાથી મહિલાની ઈચ્છા શકતિ મજબૂત થાય છે. આ જ કારણ છેકે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પૂર્ણ લગનથી પરિવારના ભરણ પોષણમાં લાગેલી રહે છે. 
- પગમાં હંમેશા ચાંદીની ઝાંઝર પહેરો. સોનાની ઝાંઝર શારીરિક ગરમીનુ સંતુલન ખરાબ કરીને રોગ ઉત્પન્ન કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે અગિયારસ અને મંગળવારનો શુભ યોગ, કષ્ટોથી બચવા સુખ પ્રાપ્તિ માટે કરો આ ઉપાય