Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Apara Ekadashi 2025 : અપરા એકાદશી વ્રત ક્યારે 22 કે 23 મે ? આ વખતે વ્રત કરવાથી મળશે બમણો લાભ

Apara ekadashi 2025
, બુધવાર, 21 મે 2025 (00:16 IST)
Apara ekadashi 2025
જેઠ મહિનાની એકાદશીને અપરા એકાદશી કહે છે. આ વખતે અપરા અનેક શુભ યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે. આ દિવસે આયુષ્યમાન અને પ્રીતિ યોગ સાથે બુધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. અપરા એકાદશીનુ વ્રત બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્તિ અપાવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. આવો જાણીએ આ વખતે ક્યારે છે અપરા એકાદશી.   
 
જેઠ મહિનામાં આવનારી પહેલી એકાદશી તિથિને અપરા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે.  આ વખતે અપરા એકાદશી પર ઘણા શુભ યોગ બનવાના છે. ભલે બધી એકાદશીઓનું વિશેષ મહત્વ હોય, પરંતુ અપરા એકાદશીના વ્રત રાખવાથી વ્યક્તિને બ્રહ્મહત્યા (બ્રાહ્મણ હત્યા) સુધીના પાપોથી પણ મુક્તિ મળે છે. તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ કે અપરા એકાદશીનું વ્રત ક્યારે છે. પૂજાની તારીખ, મહત્વ અને પૂજા વિધિ  જાણો.
 
ક્યારે છે અપરા એકાદશી 
અપરા એકાદશી તિથિની શરૂઆત 11 તારીખની રાત્રે 1 વાગીને 13 મિનિટ પર થશે અને એકાદશી તિથિનો અંત 23 તારીખની રાત્રે 11 વાગીને 30 મિનિટ પર થશે. આવામાં અપરા એકાદશીનુ વ્રત 23 તારીખના રોજ કરવામાં આવશે. અપરા એકાદશી 23 મે ના રોજ શુક્રવારના દિવસે છે. સાથે જ આ દિવસે આયુષ્યમાન યોગ, પ્રીતિ યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો છે.  બીજી બાજુ આ દિવસે બુધ પણ વૃષભ રાશિમાં જઈ રહ્યો છે.  જેથી બુધાદિત્ય રાજયોગ બહ્ની રહ્યો છે. તેથી આ દિવસે પૂજા પાઠ કરવાનો તમને વિશેષ લાભ મળશે.  સાથે જ આ દિવસે શુક્રવાર હોવાને કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ઉપાસના એક સાથે કરવાથી બેવડો લાભ મળશે.  
 
અપરા એકાદશી વ્રત અને પૂજા વિધિ  
 
- અપરા એકાદશીના દિવસે, સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને સૂર્ય દેવને જળ અર્પણ કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો.
- ધ્યાન રાખો કે તમારે અપરા એકાદશીના વ્રતના એક દિવસ પહેલા સાત્વિક ભોજન લેવાનુ છે અને સંયમ રાખો.
-  આ પછી, પૂજા સ્થળને સાફ કરો અને લાકડાના પાટલા પર પીળુ કપડુ પાથરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો. 
- આ પછી, પહેલા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક(દૂધ-પાણી કે પંચામૃતના છાંટા)  કરો અને તેમને ફૂલ અર્પણ કરો.
-  ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને મીઠાઈ અર્પણ કરો અને અપરા એકાદશી વ્રત કથાનો પાઠ કરો.
-  અંતમાં, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Panchmukhi Diya Niyam : હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પંચમુખી દિવાના વિશેષ નિયમ