Publish Date: Tue, 05 May 2026 (06:29 IST)
Updated Date: Tue, 05 May 2026 (07:38 IST)
આજે આજે માર્ગશીર્ષ કૃષ્ણ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિદ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રાધ્ધાવના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્ન કરે છે.
અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્હાવો બની રહે છે. જેથી આ દિને મુંબઇના સિધ્ધી વિનાયક, અષ્ટ વિનાયકના મંદિરો, ગણેશપુરા કાલાવડના સંપડા સહીતના ભારતભરના વિવિધ સ્થળોના ગણેશ મંદિરોમાં ભક્તોના ધાડેધાડા ઉતરી પડશે.
પૌરાણીક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ...
પુરાણોમાં આવતી કથા મુજબ, એક વખત અંગારક નામનો મહાન ભક્ત હતો. તે ગણેશજી નો ખૂબ જ શ્રદ્ધાળુ ઉપાસક હતો.
તે દર મહિને ચતુર્થીના દિવસે કડક ઉપવાસ રાખતો અને પૂજા કરતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું.
અંગારકે કહ્યું:
“હે પ્રભુ, મારે એવું વરદાન આપો કે જે ભક્ત મંગળવારે આવતી ચતુર્થીનો વ્રત કરે, તેના બધા દુઃખ અને સંકટ દૂર થાય.”
ગણેશજીએ આ માંગણી સ્વીકારી અને કહ્યું:
“આ દિવસ તારા નામથી અંગારક ચતુર્થી તરીકે ઓળખાશે. જે કોઈ આ દિવસે વ્રત અને પૂજા કરશે, તેના તમામ વિઘ્નો અને કષ્ટો દૂર થશે.” આ દિવસે કૃષ્ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને વદ ચોથનો અનોખો સંયોગ થતાં, આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે. વિક્રમ સંવત-2082 માં પણ 2 અંગારકી ચોથ છે. આજે આ વર્ષની પહેલી અંગારકી ચોથ છે. બીજી અંગારીકા ચોથ 22 ડિસેમ્બર 2026નાં રોજ આવશે.
સુખકર્તા દુ:ખકર્તા, વિધ્નહર્તા ગણેશજીને નમન...