Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Amalaki Ekadashi Vrat Katha: આમલકી એકાદશી પર જરૂર વાંચો આ વ્રત કથા, પૂરી થશે મનોકામના

amalaki ekadashi
, મંગળવાર, 19 માર્ચ 2024 (16:25 IST)
amalaki ekadashi
 
Amalaki Ekadashi 2024: હિન્દુ પંચાગ મુજબ ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.   આ વર્ષે 20 માર્ચના રોજ આમલકી એકાશી છે.  બધી એકાદશીઓમા આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મુકવામાં આવી છે. આમલકી એકાદશીને  કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી ગ્યારસ પણ કહે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.  આ દિવસે વ્રત કરવામાં આવે છે અને જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ સાથે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે આમળાનુ ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે.  આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશીની વ્રત કથા વાચવાનુ વિધાન છે. તેનાથી ભગવાન વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ આમલકી એકાદશીની વ્રત કથા... 
 
આમલકી એકાદશી વ્રત કથા 
 
પૌરાણિક માન્યતા મુજબ વૈદિશ નામનુ એક નગર હતુ. એ નગરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહેતા હતા.  ત્યા રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યા કોઈપણ નાસ્તિક નહોતુ. ત્યાના રાજાનુ નામ ચૈતરથ હતુ રાજા ચૈતરથ વિદ્વાન હતો અને તે ખૂબ ધાર્મિક હતો. તેના નગરમાં કોઈપણ વ્યક્તિ ગરીબ નહોતો. નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનુ વ્રત કરતા હતા.  એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી. બધા નગરવાસીઓ અને રાજાએ આ વ્રત કર્યુ અને મંદિર જઈને આમળાની પૂજા કરી અને ત્યા રાત્રિ જાગરણ કર્યુ. ત્યારે રાતના સમયે   ત્યાં એક શિકારી  આવ્યો.  જે મહાપાપી હતો, પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો. તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યો અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો. આ રીતે આખી રાત પસાર થઈ ગઈ. નગરજનોની સાથે સાથે શિકારી પણ આખી રાત જાગતો રહ્યો હતો.  સવારે તમામ નગરજનો ઘરે ગયા. શિકારી પણ ઘરે ગયો અને તેને જમી લીધુ હતું. પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયુ.  
 
જો કે તેને આમલકી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યુ હતુ. તેથી તે રાજા વિદૂરથના ઘરે જન્મ્યો. રાજાએ તેનુ નામ વસુરથ રાખ્યુ. મોટા થઈને તે નગરનો રાજા બન્યો. એક દિવસ તે શિકાર પર નીકળ્યો. પણ વચ્ચે જ માર્ગ ભૂલી ગયો. રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયો. થોડીવાર પછી ત્યા મ્લેચ્છ આવી ગયા અને રાજાને એકલો જોઈને તેને મારવાની યોજના બનાવવા લાગ્યા. તેમણે કહ્યુ કે આ રાજાને કારણે આપણને દેશ નિકાલો મળ્યો છે.   તેથી આને આપણે મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો. મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવા શરૂ કર્યા. પણ તેમના શસ્ત્ર રાજા પર ફુલ બનીને પડવા લાગ્યા. 
 
થોડીવાર પછી બધા મ્લેચ્છ જમીન પર મૃત પડ્યા હતા.  બીજી બાજુ રાજાની ઉંઘ ખુલી તો તેણે જોયુ કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે. રાજા સમજી ગયા કે તે બધા તેમને મારવા આવ્યા હતા. પણ કોઈને તેમને કાયમ માટે સૂવડાવી દીધા.  
 
આ જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેણે મારો જીવ બચાવ્યો. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં અમલકી એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો. રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજીખુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખોટું બોલનારા ભૂલેચૂકે આ મંદિરમાં ન જતા