Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોમાલિયાની એક હોટલમાં આત્મઘાતી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ

દક્ષિણ સોમાલિયા
દક્ષિણ સોમાલિયાની એક હોટલમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
રિપોર્ટ પ્રમાણે મૃતકોમાં એક પત્રકાર અને ઘણા વિદેશી નાગરિકો સામેલ છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-શબાબે લીધી છે.
 
અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં એક સ્થાનિક નેતા સિવાય કીનિયા અને તંઝાનિયાના ત્રણ-ત્રણ, અમેરિકાના બે અને એક બ્રિટિશ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
 
અધિકારીઓએ જણાવ્યું છે કે એક આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને કિસમાયો શહેરની હોટલમાં ઘૂસી ગયો હતો અને પછી હુમલા કર્યા.
 
જ્યારે હુમલો થયો એ જ વખતે આ હોટલમાં સ્થાનિક નેતા ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવા આવ્યા હતા.
 
જાણવા મળે છે કે આ હુમલામાં પત્રકાર હોડેન નાલિયાહ અને તેમના પતિનું મૃત્યુ થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#ENGvsNZ આજે મળશે નવું વિશ્વ ચેંપિયન, 1979, 1987 અને 1992 જેવી ભૂલ કરવાથી બચશે ઈંગ્લેંડ