સામગ્રી - 1/2 કિલોગ્રામ મટન, 500 ગ્રામ બાસમતી ચોખા, 200 ગ્રામ ઘી, 4 ડુંગળી, 1 ઈંચ આદુનો ટુકડો, 1 લસણની ગાંઠ, 4-5 તેજપાન, 200 ગ્રામ દહી, 2 ચમચી કાળામરી, 2 ચમચી જીરુ અને લવિંગ, 2 નાની ચમચી આખા ધાણા, 2 નાની ચમચી વરિયાળી, દોઢ ચમચી મીઠુ, 3-4 ટીપા ચોખાનો રંગ.
બનાવવાની રીત - મટનને ધોઈને કુકરમાં નાખો. 2 નાની ડુગળી, અડધી માત્રા કાપેલો લસણ, આખો ગરમ મસાલો, પાણી, વરિયાળી અને મીઠુ નાખી પાતળો રસો બનાવી લો અને તેમાં જ મટનને બાફી લો. મટન સારુ બફાય જાય તો ટુકડાઓને રસામાંથી બહાર કાઢો. યાદ રાખો કે આ રસો મટન બફાયા પછી પણ એટલો રહેવો જોઈકે તેમા ચોખા બફાય જાય.
ચોખા સાફ કરી પલાળી દો. બાકી વધેલી ડુંગળી, લસણ અને આદુને કાપી લો. ઘી ગરમ કરો. તમાલપત્ર અને આખો ગરમ મસાલો નાખીને સાંતળો. હવે તેમા ડુંગળી, લસણ આદુ નાખીને સાંતળો.
ધાણા અને મીઠુ દહીંની સાથે નાખીને સારી રીતે સેકો. બાફેલા મટનના ટુકડા નાખીન સારી રીતે સેકો. ચોખા નાખીને ચોખાથી બમણી ગ્રેવી નાખીને બફાવો દો. બિરયાનીને રાયતા સાથે પરોસો.