Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Year Ender 2023: આ વર્ષની સૌથી દર્દનાક દુર્ઘટના, જ્યારબાદ લોકો ટ્રેનમાં મુસાફરી કરતા ગભરાતા હતા

train accident
, શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (17:01 IST)
Balasore Train Accident: 2 જૂન, 2023ના રોજ દેશમાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના થઈ જેણે લોકોને ચોંકાવી દીધા, આ પહેલા 1995 અને 1999માં પણ આવી દુર્ઘટના થઈ હતી જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતોને કારણે રેલવે પ્રશાસનનું કાળું સત્ય સામે આવ્યું જેણે લોકોને ટ્રેનમાં મુસાફરી કરવા વિશે વિચારવા મજબૂર કરી દીધા.
 
કેવી રીતે બની દુર્ઘટના 
Balasore Train Accident: 2023 ની તારીખ 2 જૂન સાંજે ઓડિશાના બાલાસોરમાં એક દર્દનાક દુર્ઘટનાએ લોકોના દિલ પર એવા જખ્મ છોડી દીધા છે જેને ભુલાવા ખૂબ મુશ્કેલ છે.  આ ઘટનામાં ત્રણ ટ્રેન પરસ્પર અથડાઈ ગઈ હતી.  કોરોમંડલ એક્સપ્રેસ સીધી અપ મેઇન લાઇન પર દોડવાની હતી, પરંતુ ભૂલથી તેને સમાંતર અપ લૂપ લાઇન પર પૂરપાટ ઝડપે ફેરવવામાં આવી હતી, જ્યાં તે લોખંડથી ભરેલી માલવાહક ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કરની ગતિ તેજ હોવાને કારણે ટ્રેનના 21 ડબ્બા મુખ્ય લાઈન પરથી પાટા પરથી ઉતરી ગયા.  માલગાડી ન તો પાટા પારથી ઉતરી કે ન તો આગળ વધી.  કોરોમંડળ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા ત્રણ ડબ્બા નજીકના ટ્રેક પર જઈ પડ્યા અને એ જ સમયે સ્ટેશન પાર કરી રહેલ બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના પાછળના ભાગ સાથે અથડાયા. દુર્ઘટનામાં કુલ 296 લોકો માર્યા ગયા અને 1200થી વધુ અન્ય ઘાયલ થઈ ગયા. 
 
પરિવાર માટે દર્દનાક દ્રશ્ય 
 
Balasore Train Accident: રેલ્વે પ્રશાસનને અકસ્માતની માહિતી મળતા જ દરેકે પોતાની ભૂલો માટે એકબીજા પર દોષારોપણ શરૂ કરી દીધું હતું, પરંતુ દેશમાં આટલી મોટી દુર્ઘટનાને કારણે સમગ્ર રેલ્વે સલામતીનો પર્દાફાશ થઈ ગયો હતો અને અકસ્માતના સમાચાર મળતાની સાથે જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દેશમાં, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો, લોકોના પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો બધાના આત્મા ધ્રૂજી ગઈ. પરંતુ અકસ્માત એટલો મોટો હતો કે અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા હતા, તે સમયે પરિવારના સભ્યો એ પણ જાણી શક્યા નહોતા કે જેઓ મુસાફરી કરી રહ્યા હતા તેઓ જીવિત છે કે મૃત તો જીવિત નથી. જો એમ હોય તો તેમના મૃતદેહો ક્યાં છે? ત્યારે એક વિડીયો વાઈરલ થયો હતો જેમાં એક પિતા રડી રહ્યો હતો અને અનેક મૃતદેહો વચ્ચે પોતાના પુત્રની લાશને શોધી રહ્યો હતો.તેની આંખોમાં અનેક સવાલો હતા, પરંતુ એક લાચાર પિતા કોની પાસેથી જવાબ માંગશે, સવાલો તો આખો દેશ પૂછી રહ્યો હતો પણ જવાબ માટે કોઈ આગળ નહોતુ આવી રહ્યુ.. ન તો સરકાર ન વહીવટીતંત્રી કે ન તો રેલવે પ્રશાસન. 
 
રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવ્યુ વળતર 
બાલાસોર ટ્રેન અકસ્માત: રેલ્વેએ મૃતકોના પરિવારજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું એક્સ-ગ્રેશિયા વળતર આપવામાં આવ્યું છે. સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વળતર પણ આપવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમગ્ર દેશમાં ઘર ખરીદવા માટે અમદાવાદ સૌથી સસ્તુ અને મુંબઈ અને હૈદરાબાદ સૌથી મોંઘા શહેર