Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ન્યૂઝિ. સામે ભારતની શાનદાર જીત

ન્યૂઝિ. સામે ભારતની શાનદાર જીત

વેબ દુનિયા

, मंगलवार, 3 मार्च 2009 (15:07 IST)
ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે આજથી શરૂ થયેલી પાંચ એકદિવસીય મેચ શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે શાનદાર જીત મેળવી લીધી છે. ભારતીય ખેલાડીઓ પોતાના પ્રદર્શનને આરીતે જ હજી ચાર મેચમાં જાળવી રાખશે તો ભારતને આઈસીસી રેંકિંગમાં પ્રથમ નંબરે પહોચતા કોઈ રોકી શકશે નહી.

ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે આજે રમાયેલી પ્રથમ એકદિવસીય મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી જેમાં ભારતે ન્યૂઝિલેંડ સામે 274 રનનો સ્કોર મૂક્યો છે.

સવારે મેદાનમાં વરસાદના કારણે મેચને રોકવી પડી હતી. જેના પગલે મેચને 38-38 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે 38 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા છે.

ભારતની જીત બોલરોના હાથમાં હતી અને બોલરોએ ન્યૂઝિલેંડના બેટ્સમેનોને એક પછી એક પેવેલિયન ભેગા કરીને ભારતને શ્રેણીમાં 1.0થી બઢત બનાવી લીધી છે. વિશ્વ આઈસીસી રેંકિંગમાં ભારતે શ્રેષ્ઠ સ્થાન મેળવવામાં હજી ચાર મેચોમાં સતત જીત મેળવી આ શ્રેણી પોતાના નામે કરવી પડશે.

ન્યૂઝિલેંડ ટીમ 28 ઓવરમાં 162 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ન્યૂઝિલેંડ તરફથી સૌથી વધારે 64 રન માર્ટિન ગુપ્તીલે કર્યા. ભારત તરફથી યુવરાજ સિંહ, યુસુફ પઠાન, ઝહિર ખાને એક એક વિકેટ લીધી હતી. જ્યારે પ્રવિણ કુમારે 2 અને હરભજન સિંહે સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati