Rivers of India- ભારતની ટોપ 10 નદીઓ

ભારતમાં હજારો નદીઓ છે જેમાથી સૈકડો લુપ્ત થઈ ગઈ છે. દેશની 10 મોટી નદીઓ પણ સંકટમાં છે.

webdunia

સિંધૂ - સિંધૂ નદી તિબ્બતથી નીકળે છે અને ભારતથી થઈને પાકિસ્તાનમાંથી પસાર થાય છે અને અરબ સાગરમાં મળી જાય છે.

ગંગા : ગંગોત્રી પહેલા, શ્રીમુખ પર્વતના ગોમુખમાંથી નીકળીને, ગંગા ઉત્તર ભારતમાં વહે છે અને બંગાળની ખાડીમાં ભળી જાય છે.

યમુના: કુદરતી આફતને કારણે સરસ્વતીનું પાણી યમુનામાં ભળી ગયું. યમુનોત્રી માંથી નીકળીને યમુના પ્રયાગમાં ગંગાને મળે છે.

નર્મદા - મઘ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળીને ગુજરાત થઈને અરબ સાગરમાં મળી જાય છે. તેને રેવા પણ કહે છે.

મહાનદી - તેને છત્તીસગઢની ગંગા કહે છે. છત્તીસગઢ અને ઉડીસાની સૌથી મોટી નદી મહાનદીનુ પ્રાચીન નામ ચિત્રોત્પલા હતા.

ગોદાવરી - પશ્ચિમી ઘાટના પર્વત ત્રિયમ્બરથી નીકળીને મહારાષ્ટ્રમાં વહેતા આગળ તેલંગાના અને આંધ્ર પ્રદેશ થઈને બંગાળની ખાડીમાં સમાય જાય છે.

કૃષ્ણા : પશ્ચિમ ઘાટનો પર્વત મહાબળેશ્વર મહારાષ્ટ્રમાંથી નીકળીને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહે છે અને બંગાળની ખાડીમાં ભળી જાય છે.

કાવેરી: સહ્યાદ્રી પર્વતોના દક્ષિણ છેડેથી નીકળીને કર્ણાટક અને તમિલનાડુમાંથી વહેતી બંગાળની ખાડીમાં મળી જાય છે.

બ્રહ્મપુત્રાઃ તિબેટમાંથી નીકળીને પૂર્વોત્તર ભારતમાં વહેતા બંગાળ અને બાંગ્લાદેશ નજીક બંગાળની ખાડીમાં સમાય જાય છે.

વિતસ્તા: વિતસ્તાને જેલમ પણ કહેવામાં આવે છે. સરયુ અને તાપ્તિની સાથે આ ભારતની સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે.

ઉત્પન્ના એકાદશીના માત્ર 7 ઉપાય, ચમકશે ભાગ્ય

Follow Us on :-