Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વિમાની સેવા માટે દિલ્હી મોંધુ બનશે

વિમાની સેવા માટે દિલ્હી મોંધુ બનશે

વેબ દુનિયા

નવી દિલ્હી , सोमवार, 9 फ़रवरी 2009 (20:05 IST)
દેશના પાટનગર દિલ્હી ખાતેથી દેશમાં જ અન્યત્ર હવાઈમાર્ગે જનારા સ્થાનિક મુસાફરોને 1લી માર્ચથી વધારાના રૂ. 200 ચુકવવા પડશે જયારે વિદેશ જનારા મુસાફરે માથાદીઠ રૂ. 1300 વધારાના ચુકવવા પડે તેવી વધારાની વ્યવસ્થાને સરકારે મંજુરી આપી છે.

આ ખર્ચ હવાઈમથકનો વિકાસ કરનાર ડેવલેપરને આપવાના થતા નાણા માટે ઊઘરાવવાનો નિર્ણય લેવાયો છે. વધારારૂપે ઊઘરાવાયેલી ફી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લી. (ડીઆઈએએલ)ને ચુકવવામાં આવશે. બેંગ્લોર સ્થિત માળખાગત સુવિધા ઊભી કરનાર કંપની જીએમઆર અને સરકારી માલીકીની એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા આના મુખ્ય સહાયકો છે. કંપનીએ દિલ્હીના ઈન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથકમાં સુવિધા સુધારણા અને વધારવા માટે આ ફી વધારો કરાયો છે. આ ફી વધારો એડહોક ધોરણે લેવામાં આવશે અને ત્રણ વર્ષ સુધી અમલી રહેશે. જેમાં લાગુ થઈ શકે તેવા તમામ કરવેરાનો સમાવેશ થઈ જાય છે. તેમ નાગરિક પરીવહન મંત્રાલયના સુત્રોએ માહિતી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati