Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બિહારમાં મુખ્યમંત્રી પણ અસલામત

નાલંદા યુનિ.ના નિરક્ષણ માટે ગયેલા નિતીશકુમાર પર હુમલો

બિહારમાં મુખ્યમંત્રી પણ અસલામત

વાર્તા

વાર્તા , शुक्रवार, 8 फ़रवरी 2008 (20:23 IST)
પટના(વાર્તા) બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે આજે બિહારશરીફમાં પોતાની ઉપર થયેલા હુમલાને કાવતરાનો ભાગ ગણાવ્યો હતો અને તેની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. પુર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની ઉપસ્થીતીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યુ હતુ કે, યુનિવર્સિટી ઓફ નાલંદાના પ્રસ્તાવીત સ્થળના નિરીક્ષણ દરમિયાન તેમની ઉપર કરવામાં આવેલો હુમલો સ્થાનીક લોકોનો વિરોધ નહીં બલ્કે કાવતરાનો ભાગ હતો. જો કોઈ વાત પર સ્થાનીક લોકોમાં નારાજગી હોત તો અગાઉ તેમની પાસે કોઈએ રજુઆત કરી હોત. મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટી ઓફ નાલંદા માટે અધિગ્રહિત કરવામાં આવેલી જમીનનુ વળતર ખુબજ ઉદારતા પુર્વક આપવામાં આવ્યુ હતુ અને જો તેના કારણે જ કોઈને અસંતોષ હોત તો લોકો તેમને જનતા દરબારમાં અથવા આવેદનપત્ર દ્વારા પોતાની રજુઆત કરત. ગ્રામીણોમાં આ પ્રકારે કોઈ પણ અસંતોષ નથી અને તે બાબતે ગુપ્તચર શાખાએ કોઈ જાણકારી પણ આપી નથી. ઉલ્લેખનીય છે કે, નાલંદા યુનિ.ની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી નિતીશકુમાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati