Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભચાઉ પાસે નર્મદા કેનાલમાં ડૂબી રહેલા મુસ્લિમ યુવકને બચાવવા જતાં હિંદુ યુવક કેનાલમાં કૂદ્યો, બંનેના મોત

drowned
, બુધવાર, 15 જૂન 2022 (10:16 IST)
રાજ્યમાં સતત કેનાલમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ વધી રહી છે. અવાર નવાર કેનાલમાં ડૂબવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારે ભચાઉમાં માતાની નજર સામે અક્રમ કુસબ અબડા નામના યુવકનું મોત થયું હતું. આ મુસ્લિમ યુવકને ડૂબતો જોઇ જિતેન્દ્રસિંહ જાડેજાનો યુવક તેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ પણ ડૂબી જતાં બંનેના મોત થયા હતા. જે લઇને ભચાઉ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. 
 
આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત એ છે કે એક તરફ હિંદુ મુસ્લિમના કોમી અથડામણો જોવા મળી રહી છે. તો બીજી તરફ એક મુસ્લિમ યુવકને બચાવવા માટે હિંદુ યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. 
 
ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો. આ જોઇને તેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો. જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.  થોડીવારમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી અને ગામના લોકો અહીં દોડી આવ્યા હતા.
 
બીજી તરફ મુસ્લિમ અગ્રણીઓએ જિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે પહોંચી પરિવારને દિલાસો આપ્યો હતો. દિલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદૂલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ તાલુકાઓ મજબૂત કરવા નવી રણનીતિ અપનાવશે, આગામી 18થી 23 જૂન ગુજરાતના 4 ઝોનમાં બેઠકો યોજાશે