કેમીકલ ઉદ્યોગનાં સંગઠન આઈસીઆઈએસે વિશ્વનાં ટોચનાં 40 પાવર પ્લેયર્સની જાહેરાત કરી હતી.
આઈસીઆઈએસ કેમીકલ બિઝનેસનાં તંત્રી જોસેફ ચાંગે કહ્યું હતું કે બીએએસએફનાં ચેરમેન અને સીઈઓ જુર્ગને હેમ્બ્રચટને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. જ્યારે ડાઉ કેમીકલનાં ચેરમેન અને સીઈઓ એન્ડ્રયુ લિવેરીસ દ્વિતીય સ્થાને છે.
મંદી છતાં જર્મન જાયન્ટ કંપની બીએએસએફ કંપનીએ પોતાનો નિરંતર વિકાસ જારી રાખ્યો છે. તો આ યાદીમાં એકમાત્ર ભારતીય કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાને છે.