Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Budget 2021: ચૂકવણીના ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપવા યોજના માટે રૂ. 1,500 કરોડનો પ્રસ્તાવ

Budget 2021: ચૂકવણીના ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપવા યોજના માટે રૂ. 1,500 કરોડનો પ્રસ્તાવ
, સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (22:09 IST)
નવી દિલ્હી: સમગ્ર સંશોધન મશીનરીને મજબુત બનાવવા અને નવીનતા તેમજ દેશમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય બજેટ 2021-22માં અનેક મહત્વપૂર્ણ પહેલની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતી વખતે ડિજિટલ ચુકવણી, અવકાશ ક્ષેત્ર અને ઉંડા મહાસાગર સંશોધન સહિતની વિવિધ મહત્વપૂર્ણ પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો.
 
રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન
નાણાં મંત્રીએ રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન માટે આગામી પાંચ વર્ષ માટે રૂ. 50,000 કરોડના ખર્ચનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, "આ ઓળખાયેલા રાષ્ટ્રીય-અગ્રતાવાળા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં એકંદર સંશોધન પ્રણાલીને મજબૂત બનાવવાનો માર્ગ સુનિશ્ચિત કરશે."
 
ડિજિટલ ચુકવણીમાં વધારો
નિર્મલા સીતારમણે ગૃહને માહિતી આપી કે ભૂતકાળમાં ડિજિટલ પેમેન્ટમાં અનેકગણો વધારો થયો છે અને આગળ પણ તે જ ગતિ જાળવવાની જરૂર હતી. આ માટે, એક યોજના માટે 1,500 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે, જેના દ્વારા ચુકવણીના ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપવા અને આગામી ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
 
રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાન
રાષ્ટ્રીય ભાષા અનુવાદ અભિયાન (એનટીએલએમ) તરીકે ઓળખાતી નવી પહેલની દરખાસ્ત કરવામાં આવી છે જેનાથી ઇન્ટરનેટ પર શાસન અને નીતિ સંબંધિત જ્ઞાનરૂપી ભંડારનું ડિજિટલીકરણ કરવાની સાથે સાથે એક મુખ્ય ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવાશે.
 
ભારતીય અવકાશ ક્ષેત્ર
નિર્મલા સીતારમણે સદનમાં માહિતી આપી હતી કે અંતરિક્ષ વિભાગ અંતર્ગત એક જાહેર ક્ષેત્રના એકમ ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) કેટલાક ભારતીય નાના ઉપગ્રહો સાથે બ્રાઝિલના ઉપગ્રહ એમેઝોનીયાને પીએસએલવી-સીએસ 51ના માધ્યમથી લોન્ચ કરશે. ગગનયાન મિશન માટે રશિયામાં ચાર ભારતીય અવકાશયાત્રીઓને સામાન્ય અંતરિક્ષ ઉડાનના પરિમાણો માટે પણ તાલીમ આપવામાં આવી રહી છે, જેનું ડિસેમ્બર 2021માં લોકાર્પણ કરવાનું આયોજન છે.
 
ઉંડા મહાસાગરનું અભિયાન
મહાસાગરની ક્ષમતાને વધુ સારી રીતે સમજવા માટે નિર્મલા સીતારમણે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા 4,000 કરોડથી વધુના બજેટ ખર્ચ સાથે ઉંડા મહાસાગર મિશનની શરૂઆત કરવાની દરખાસ્ત કરી છે. આ મિશનના ભાગરૂપે, ઉંડા મહાસાગરમાં સર્વેક્ષણ સંશોધન અને જૈવવિવિધતા સંરક્ષણની પરિયાજોનાઓનો સમાવેશ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2021: એપીએમસીઓને એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મળશે