Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોદીને લઈને દિગ્વિજયનુ જુઠ્ઠાણુ પકડાયુ, બુરખા નથી ખરીદાયા

મોદીને લઈને દિગ્વિજયનુ જુઠ્ઠાણુ પકડાયુ, બુરખા નથી ખરીદાયા
ઈન્દોર , मंगलवार, 24 सितम्बर 2013 (18:40 IST)
.
P.R


દિગ્વિજય સિંહે પોતાની તમામ પ્રેસ કોંફ્રેંસમાં આ પ્રચાર કરતા ફરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીએ પોતાની ભોપાલ રેલી માટે 10 હજાર બુરખા બનાવડાવ્યા છે અને આ બુરખા ઈન્દોરના એક વેપારી પાસેથી ખરીદ્યા છે. તેમણે પુરાવાના રૂપમાં આ ઓર્ડર બીલ પણ બતાવ્યુ. દિગ્વિજયનુ કહેવુ હતુ કે મોદી આ બુરખા પોતાના કાર્યકર્તાઓને પહેરાવીને મુસલમાનના રૂપમાં પોતાની સભામાં જોવા માંગતા હતા. પરંતુ જ્યારે અમારા સંવાદદાતા મામલાની તપાસ કરવા એ દુકાન પર પહોંચ્યા તો તેમની સામે ચકિત કરનારુ તથ્ય સામે આવ્યુ.

webdunia
P.R

દુકાનદારનુ કહેવુ હતુ કે કોઈ વ્યક્તિ તેમની પાસેથી 10 હજાર બુરખાનુ એસ્ટિમેટ લઈ ગયુ હતુ. પછી તેની સાથે છેડછાડ કરી તેને બિલનુ રૂપ આપવામાં આવ્યુ. એસ્ટીમેટની તારીખ 23 સપ્ટેમ્બર હતી જ્યારેકે બિલ બનાવવા દરમિયાન તેની સાથે છેડછાડ કરી 23 ઓગસ્ટ બનાવવામાં આવી. બિલ પર જે દુકાનનો એડ્રેસ છે ત્યાંથી દુકાન આઠ વર્ષ પહેલા જ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી. સ્પષ્ટ છે કે આ વખતે દિગ્વિજય સિંહનુ જુઠ્ઠાણું પડકાઈ ગયુ. હવે જોવાનુ એ છે કે જુઠ્ઠુ પકડાતા દિગ્વિજય શુ કહે છે અને 25 સપ્ટેમ્બરના રોજ કેટલા અલ્પસંખ્યકો ભોપાલમાં પોતાની હાજરી નોંધાવે છે.

Share this Story:

वेबदुनिया पर पढ़ें

समाचार बॉलीवुड ज्योतिष लाइफ स्‍टाइल धर्म-संसार महाभारत के किस्से रामायण की कहानियां रोचक और रोमांचक

Follow Webdunia gujarati