મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિન પ્રસંગે શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપીને શિક્ષકજનોનું ઋણ સ્વીકાર કરવાની અપીલ કરી છે.
શિક્ષકની અખંડ યાત્રાના ઉપાસક એવા શિક્ષક પ્રત્યે સમાજમાં આદરભાવ જાગે અને શિક્ષક સ્વાંતઃસુખાય વિદ્યા ધર્મને અનુસરે એવી ભાવનાને પુરસ્કૃત કરવાનો અવસર એ શિક્ષકદિન છે.
ગુજરાતના રાજ્યપાલ નવલકિશોર શર્માએ મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે પાંચમી સપ્ટેમ્બરે ''શિક્ષકદિન'' નિમિત્તે સર્વ શિક્ષકોને હાર્દિક શિભકામનાઓ પાઠવી છે.
તેમના સંદેશામાં રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, શિક્ષકોનું સન્માન આજની યુવાપેઢીમાં માનવીય મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું સિંચન કરી અતિ આવશ્યક એવું જીવન ઘડાતરનું કાર્ય કરવાનું છે.