Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નશાબંધી કી ઐસીતૈસી : ઠેર ઠેર નાકાબંધી છતાં દારૃ આવે છે ક્યાંથી ?

નશાબંધી કી ઐસીતૈસી : ઠેર ઠેર નાકાબંધી છતાં દારૃ આવે છે ક્યાંથી ?
, સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:05 IST)
ગુજરાતમાં દારુબંધીના કાયદાના કડક અમલના દાવા કરવામાં આવી રહ્યા છે. પોલીસની હપ્તાખોરીને પગલે બુટલેગરોને ખુલ્લો દોર મળી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં ઠેર ઠેર નાકાબંધી છતાં અમદાવાદ જિલ્લામાં દારૃ ક્યાંથી આવે છે, શનિવારે વિઠ્ઠલાપુર અને બગોદરામાંથી પકડાયેલા ૫.૨૫ લાખના દારૃ સહિત છેલ્લા એક મહિનામા એક કરોડનો દારૃનો જથ્થો પકડાયો હતો.
આજે અમદાવાદ જિલ્લા પોલીસે વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના વાસણાથી સોલગામ જવાના માર્ગ પરથી પોલીસે રૃા.૨,૯૮,૬૦૦નો દારૃના જથ્થો કારમાંથી પકડી પાડયો હતો. ઉપરાંત આર.આર. સેલની ટીમે ગઇકાલે અમદાવાદ-રાજકોટ બગોદરા ટોલટેક્ષથી આગળ રોડ પરથી હરિયાણાની ટ્રકને પકડી પાડી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકની કેબિના પાછળની બોડીના ભાગે પતરાની બોડી ઉપરમાં ગુપ્ત ખાનામાંથી રૃા. ૨, ૨૦, ૮૦૦ની કિંમતની દારૃની ૫૯૮ બોટલો પકડાઇ હતી. પોલીસે દારૃનો જથ્થો લાવનારા રાજસ્થાનના મહિરામ માંગીલાલ બિશ્નોઇ અને રાજસ્થાનના જોધપુરના ગજેન્દ્રની ધરપકડ કરી હતી.
જ્યારે અમદાવાદ રેન્જ આર.આર.સેલની ટીમે તા. ૧૯ જાન્યુઆરીના રોજ હરિયાણા પાસિંગની ટ્રકને અસલાલી રિંગ રોડ ઉપર રોકી હતી અને ચેકિંગ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ કિંમત રૃા. ૨૩,૩૪,૦૦૦ની કુલ ૭૩૮૦ બોટલો સહિત કુલ રૃા. ૩૩,૫૩૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો અને પંજાબના (મોહાલી) ખાતેના સરવણકુમાર દેવરાજ અરોરા (પંજાબી) અને હરભજનસિંગ પુરણસિંગ મજબી શીખની ધરપકડ કરી હતી.
અગાઉ અસલાલી પોલીસે મહીજડાગામની સીમ સાબરમતી નદી કિનારેથી ખેતરમાં ડાંગરના ઘાસના પુળીયા નીચે સંતાડેલો રૃા. ૧૮,૯૦,૦૦૦ની કિંમતની દારૃની ૩,૭૮૦ બોટલો પકડી પાડી હતી. પોલીસે સ્થળ પરથી બાવળા અને દાણીલીમડામાં રહેતા બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ ચાંગોદર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગોડાઉનમાંથી રૃા. ૩૬ લાખનો દારૃનો જથ્થો પકડી પાડયો હતો તેમજ દેત્રોજ અને કણભા, બોપલ સહિતના વિસ્તારોમાંથી ૨૦ દિવસમાં કુલ રૃા. ૯૯ લાખનો દારૃનો જથ્થો પકડયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે World Cancer Day - ગુજરાતમાં દર મહિને કેન્સરના સરેરાશ ૪૬૦ દર્દી ઉમેરાય છે