Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પ્રેમિકાની ખેંચતાણમાં મિત્રની હત્યા, બે આરોપીઓની ધરપકડ

love jihad
, શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (18:42 IST)
દમણના ડાભેલ વિસ્તારમાં ગુમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. દમણ પોલીસે ગુમ યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ યુવાનની હત્યાનું જે કારણ બહાર આવ્યું છે તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. ગુમ યુવક શિવમની હત્યા પ્રણય ત્રિકોણમાં થઈ હોવાનું બહાર આવ્યું છે. સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં એક યુવાન શિવમસિંહ રાજપૂતની ગુમસુદાની ફરિયાદ તેના ભાઈ નાગેન્દ્રસિંહ રાજપૂતે કરી હતી. ગુમશુદા શિવમસિંહ શંકરસિંહ રાજપૂતના ગુમસુદા મામલે દમણ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, ત્યારે દમણ પોલીસને જાણવા મળ્યું હતું કે શિવમસિંહ બે વ્યક્તિઓ સાથે છેલ્લે જોવા મળ્યો હતો. શિવમ મિત્ર રવિશંકર કુષ્ણવિહારી પટેલ અને રાજુજગ કિશન પટેલની સાથે છેલ્લે જોવા મળ્યો હતો
 
 દમણ પોલીસ શિવમના બંને મિત્ર રવિશંકર અને રાજુને તપાસ માટે દમણ પોલીસ સ્ટેશન લાવી હતી. દમણ પોલીસે આ બંને યુવાનની આગવી ઢબે પૂછપરછ કરતાં અંતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે, ગુમસુદા શિવમ  રાજપૂતની હત્યા કરી દેવામાં આવી છે.  આ હત્યા બીજા કોઈએ નહીં તેના જ મિત્ર રવિશંકર પટેલ અને રાજુ પટેલ દ્વારા કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીને મૃતક શિવમ રાજપૂતનો મૃતદેહ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે દમણના ભેંસલોર સ્ટોન કોરી વિસ્તારમાં ઝાડી વિસ્તાર માંથી શિવમનો હત્યા કરી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા મામલે  રવિશંકર પટેલ અને રાજુ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Asia Cup: ભારતને મોટો ફટકો, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર, ટીમમાં આ ખેલાડીનો સમાવેશ