Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ: શિક્ષકે પોલીસને ઝીંકી દીધો લાફો, PASA એક્ટ હેઠળ કેસ દાખલ

અમદાવાદ: શિક્ષકે પોલીસને ઝીંકી દીધો લાફો, PASA એક્ટ હેઠળ કેસ દાખલ
, ગુરુવાર, 18 જૂન 2020 (09:41 IST)
જુનાગઢમાં એક શિક્ષકને ખતરનાક વ્યક્તિ ગણાવતાં કલેક્ટરએ તેમના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. શિક્ષકની ધરપકડ કરી જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો હતો. આરોપ હતો કે શિક્ષકનો પુત્ર માસ્ક લગાવ્યા વિના ફરી રહ્યો હતો અને તેને પોલીસવાળાએ રોક્યો હતો. આ દરમિયાન પોલીસવાળા સાથે માથાકૂટ થઇ અને તેને લાફો ઝીંકી દીધો હતો. ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ કલેક્ટરને આદેશ પર સ્ટે લગાવી દીધો છે. 
 
જેસિંગ હુંબલ જૂનાગઢના માણાવદરમાં એક શિક્ષક છે. 28 એપ્રિલના રોજ પોલીસે તેમના પુત્રને ઘરની બહાર રોક્યો હતો અને તેને માસ્ક ન પહેર્યું હોવાથી ધમકાવ્યો હતો. યુવકે પોલીસવાળા સાથે માથાકૂટ કરી રહ્યો હતો તે દરમિયાન તેના પરિવારજનો આવી પહોંચ્યા. યુવકના પિતા જેસિંગ હુંબલ પણ આવી ગયા. આરોપ છે કે તેમણે આ દરમિયાન પોલીસવાળાને તમાચો ફટકાર્યો હતો. 
 
પોલીસવાળાએ તેમના વિરૂદ્ધ વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે આ મામલાને ગંભીરતાથી લેતાં અને કોરોના યોદ્ધા પર હુમલો કરવાના મામલે શિક્ષક વિરૂદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી. કલેક્ટરએ શિક્ષકની ધરપકડના આદેશ આપ્યા છે. કલેક્ટરના આ આદેશ વિરૂદ્ધ શિક્ષકે પીઆઇએલ દાખલ કરી. 
 
શિક્ષકની પીએઆઇએલ પર સુનાવણી કરતાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કહ્યું કે કોર્ટને લાગે છે કે અરજીકર્તાને સુરક્ષાની જરૂર છે. જૂનાગઢ કલેક્ટરના આદેશ પર સ્ટે લગાવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે વહિવટીતંત્રએ પાસા એક્ટનો દુરઉપયોગ કર્યો. શિક્ષકને એક ખતરનાક વ્યક્તિ બનાવી દીધો છે, તેમને એક અસામાજિક વ્યક્તિ બનાવી દીધા. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 13 જુલાઇના રોજ પર મુલતવી રાખી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દવા કે રસી નહીં, કોરોનાની સારવાર આ રીતે પણ કરી શકાય છે! એઇમ્સે સંશોધન શરૂ કર્યું