- લગ્નના આગલા દિવસે દુલ્હન સાથે રેપ
- ધમકીઓથી પીડિતા શરૂઆતમાં ચૂપ રહી
- લગ્ન કરવાની ના પાડી અને સંબંધ તોડી નાખ્યો
દુલ્હન પર બળાત્કારના સમાચાર આવતા જ છોકરાના પરિવારે લગ્નની સરઘસ લાવવાની ના પાડી, આરોપી યુવકની ધરપકડ
રીવા જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં 23 વર્ષની યુવતી પર લગ્નના એક દિવસ પહેલા જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતા આરોપીને પહેલાથી જ ઓળખતી હતી. મામલો સામે આવ્યા બાદ પીડિતાના લગ્ન તૂટી ગયા છે. તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તે આરોપીને છેલ્લા કેટલાક સમયથી ઓળખે છે.
દુલ્હનની સાથે દુષ્કર્મના સમાચાર જ્યારે જ્યારે છોકરાના પરિવારને આ વાત લાગી તો તેઓએ લગ્ન કરવાની ના પાડી દીધી અને સંબંધ તોડી નાખ્યો. બીજી તરફ આ બળાત્કારની ઘટનાને અંજામ આપનાર આરોપી યુવકની પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ધરપકડ કરી છે.
હકીકતમાં લગ્નથી એક દિવસ પહેલા 2 ડિસેમ્બરે અદિતિ કોઈ કામથી ઘરથી બહાર નિક્ળી હતી અને તે દરમિયાન અભિષેક ત્રિપાઠી નામના યુવકે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.આરોપીની ધમકીઓથી પીડિતા શરૂઆતમાં ચૂપ રહી હતી, પરંતુ બાદમાં તેણે તેના માતા-પિતાને આ વાત જણાવી હતી. 23 જાન્યુઆરીને તેણે તેમના સગાની મદદથી આરોપીના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે તરત જ કેસ નોંધ્યો હતો અને 24 જાન્યુઆરીએ 24 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી.
બાદમાં તેને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપ્યો હતો. હાલ મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પરંતુ લગ્નના દિવસે જ અદિતિ સાથે થયેલા રેપના સમાચાર છોકરાના પરિવાર સુધી પહોંચ્યા અને તેઓએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી અને સંબંધ તોડી નાખ્યો. લગ્ન અચાનક રદ થવાથી મહિલાના પરિવારને આઘાત લાગ્યો હતો, જેમણે આ પ્રસંગ માટે પહેલેથી જ વ્યાપક તૈયારીઓ કરી હતી. મહિલાની પૂછપરછ કર્યા પછી જ પરિવારને ઘટનાની જાણ થઈ, જેના પછી તેઓએ એક મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાવી.
પોલીસએ યુવતીનો મેડિકલ કરાવ્યો છે. તેમના પરિજનોના કહેવુ છે કે આરોપી યુવતી પર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો. તે તેના માટે તૈયાર નહોતી. તે પછી આરોપીએ ઘટનાને અંજામ આપ્યો છે. પણ પોલીસનુ કહેવુ છે કે યુવતીએ સ્વેચ્છાથી લગ્ન તોડ્યા છે. આરોપીનુ નામ અભિષેક ત્રિપાઠી છે. પીડિતાના લગ્ન 3 ડિસેમ્બરે હતા. લગ્ન તૂટયા પછી તેણે પરિવાર વાળાને જાણકારી આપી તો ફરિયાદ નોંધાવી હતી